નવરાત્રીને લઇને પોલીસ થોડી એક્શનમાં, શું છે આખો મામલો ??

ગુજરાત નો પ્રમુખ તહેવાર એટલેકે ગરબા નવરાત્રી.ગુજરાત માં નવલી નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ખેલૈયાઓની સાથે આયોજકોએ પણ તૈયારીઓ આરંભી દીધી છે. નવરાત્રીને માંડ ૯ દિવસ બાકી છે અને વરસાદનો પણ વર્તારો છે. જો કે, આ વખતે નવરાત્રીને લઇને પોલીસ થોડી એક્શનમાં દેખાઇ રહી છે.એટલે કે આયોજકોએ કોઇ પાર્ટી પ્લોટમાં ગરબા કરવા હશે તો તેમને મંજૂરીની સાથે સાથે અમુક જરૂરી એવા ડોક્યુમેન્ટ છે,જેની ખાસ કાળજી રાખવી પડશે.

જે પ્રમાણે ગરબા ગાવા લોકો આવે છે તે પ્રમાણે ની વ્યવસ્થા ખાસ કરીને જે તે સ્થળએ પાર્કિંગ માટેની જગ્યાનું માપ, વ્હીકલની કેપેસિટી, નવરાત્રીમાં ભાગ લેનારા અને જોનારા લોકોની સંખ્યા,સીસીટીવી ઉપરાંત ફાયર સેફટી માટેની શું વ્યવસ્થા છે તે સહિતની વિગતો માંગી છે.આ વિગતો અથવા તો લાગતા-વળગતા ડિપાર્ટમેન્ટની એનઓસી નહીં લેનારા આયોજકને રાસ-ગરબા માટેની મંજૂરી આપવામાં આવશે નહીં.

ગરબા મેદાન ઉપર ફાયર સેફટી તથા સીસીટીવી સહીતની સુરક્ષાની પુરતી વ્યવસ્થાનું આયોજન કરવા માટે મોટા ગરબા આયોજકોને સૂચના આપવામાં આવી છે.મોટા પાર્ટી પ્લોટોમાં ખેલૈયાઓ ગરબા રમતા હોય છે.તેમણે વિશેષ કાળજી રાખવી પડશે. એન્ટ્રી એક્સીટ પોઈન્ટ ઉપર ઉપરાંત પાર્કિંગમાં હાઈરીઝોલ્યુશનવાળા સીસીટીવી ફરજીયાત રાખવાના રહેશે. જે રેકોર્ડિંગ રોજે રોજ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં રજુ કરવાનું રહેશે. ગરબા મેદાન ઉપર કામ શરુ થાય ત્યારથી પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે.

ફાયર ફાઈટરને સ્ટેન્ડ બાય રાખવાના રહેશે ઉપરાંત ફાયર સેફીટના સાધનોની વ્યવસ્થા રાખવાની રહેશે.એન્ટ્રી એક્સીટવાળા રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. જવલંતશી પ્રવાહી ભરેલા કારબા બેઠક વ્યવસ્થા અને લોકોની અવર જવરથી દૂર રાખવાના રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે,નવરાત્રી મહોત્સવના આડે હવે માંડ દસ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે શહેરના વિવિધ નાના- મોટા ગરબા આયોજકો અને સંગઠનો દ્વારા વિવિધ સ્તરે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનના ભાગરૃપે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આયોજકો માટે મંજૂરી પાસ કરાવવા માટે ના જરૂરી પુરાવા. જગ્યા ભાડે લીધી હશે તો તેના માલિકનો પુરાવો રજૂ કરવો પડશે.આયોજકનું નામ સરનામું.મોબાઈલ નંબર આઈડી પ્રૂફ આધાર કાર્ડ.પાર્કિંગના એરિયાનું માપ લંબાઈ પહોળાઇ.પાર્કિંગમાં કેટલા ટૂ વ્હીલર ફોર વ્હીલર સમાઇ શકશે તેની વિગત.પાર્કિંગ એરિયા પોતાનો છે કે ભાડે છે ભાડા ચિઠ્ઠીની વિગત.પાર્કિંગ એરિયા કાર્યક્રમના સ્થળથી કેટલું દૂર છે તેની વિગત.પાર્કિંગમાં વાહનોનું ધ્યાન રાખવા શું વ્યવસ્થા છે તેની વિગતો.વીમા પોલિસીની વિગત.ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની જરૂરિયાત જણાય તો તેની વિગત.આયોજકે ડોક્ટર એમ્બુલન્સની વ્યવસ્થા કરી છે કે નહીં તેની વિગત.

પીવાના પાણી અને સ્વચ્છતાની શું વ્યવસ્થા છે તેની વિગત.પ્રાઈવેટ સિક્યુરિટીની વિગત મહિલા પુરુષ સિક્યુરિટી સંખ્યા.આગ અકસ્માતને પહોંચી વળવા શું વ્યવસ્થા છે.ફાયર સેફ્ટી અંગેનું કોર્પોરેશનનું પ્રમાણપત્ર રજૂ કરવું.ઈલેક્ટ્રિક ફિટિંગ અંગેનું ગવર્નમેન્ટ ઓથોરાઈઝ ઈલેક્ટ્રિશિયનનું પ્રમાણપત્ર.જનરેટરની વ્યવસ્થા કરેલ છે કે નહીં.તેની વિગત.સીસીટીવી કેમેરા ક્યાં કેટલા લગાવ્યા છે તેની વિગત.સાઉન્ડ સિસ્ટમ વાળા વ્યક્તિના નામ સરનામાનાપુરાવો.કાર્યક્રમમાં આવનારી મહિલાઓની સુરક્ષા માટે શું વ્યવસ્થા છે તેની વિગત.રાસ ગરબાનાકાર્યક્રમના સ્થળનું સરનામું.જગ્યા ભાડે આપ્યાનો પુરાવોજગ્યા માલિકનું નામ સરનામું.રાસ ગરબામાં આવનારા વ્યક્તિઓની સંખ્યા.ટિકિટનો દર જીએસટી નંબર ની વિગતો.પાર્ટી ગ્રાઉન્ડ પ્લે ગ્રાઉન્ડની લંબાઈ પહોળાઇ.આ તમામ નવા આદેશ પ્રમાણેજ જે ચાલશે તેનેજ મંજૂરી આપવામાં આવશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: