જયેશ રાદડિયાએ ટેકાના ભાવે મગફળી ખરીદવાને લઇને કરી જાહેરાત

મગફળીની ખરીદીને લઇને પૂરવઠામંત્રી જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે. જયેશ રાદડિયાએ જણાવ્યું કે આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થયો છે. જેને લઇને મગફળીનું સારુ ઉત્પાદન થશે. રાજ્ય સરકાર 1018 પ્રતિ મણ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદશે.

ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. ત્યારે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે સારા વરસાદના કારણે મગફળીનું સારુ ઉત્પાદન થશે. જેમાં અંદાજે 25 લાખ મેટ્રીક ટન મગફળીનું ઉત્પાદન થઈ શકે છે. આ સાથે જ 1018 રૂપિયામાં પ્રતિ મણ ટેકાના ભાવે મગફળી ખરીદવાની પણ જાહેરાત કરી છે. ગુજરાત નાગરિક પુરવઠા નિગમ કામગીરી કરશે.

રાજ્યમાં સારા વરસાદને લઇને મગફળીનું ઉત્પાદન સારુ થશે. જેને ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા સેન્ટર ખોલવામાં આવશે. સમગ્ર રાજ્યમાં 124 સેન્ટર પરથી મગફળી ખરીદવામાં આવશે. આ ખરીદીનું ખેડૂતોને પેમેન્ટ સમયસર મળી જશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. ખેડૂતોને SMSથી પણ જાણકારી આપવામાં આવશે.

રાજ્ય પૂરવઠા મંત્રી જયેશ રાદડિયાએ મગફળી ટેકાના ભાવની જાહેરાત કરી છે. જ્યારે તેની ખરીદી માટે સેન્ટર અંગે પણ જણાવવામાં આવ્યું છે. ત્યારે આ અંગે આગામી 1 ઓક્ટોબરથી ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકશે. જિલ્લા કક્ષાએ ગોડાઉન ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ તમામ ગોડાઉનમાં CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: