ઇમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડીને નેવીના અધિકારીનો બીનવારસુ પૈસા ભરેલો થેલો પરત આપીને સરાહનીય કામગીરી કરી

છાસવારે પોલીસને બદનામ કરવા માટે અમુક તત્વો તત્પર હોય છે. આખરે પોલીસ પણ માનવી છે તે વચ્ચે જામનગર એલસીબીના પોલીસ કર્મીએ ઇમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડીને નેવીના અધિકારીનો બીનવારસુ પૈસા ભરેલો થેલો પરત આપીને સરાહનીય કામગીરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એલસીબીમાં ફરજ બજાવતા મિતેશભાઇ કાનજીભાઇ પટેલ જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન ક્રિકેટ બંગલા રોડ ઉપર તુલસી હોટલ નજીક આવેલા એક કોમ્પ્લેક્ષના પાર્કીંગમાંથી એક બિનવારસુ થેલો મળી આવ્યો હતો. જે થેલામાં રોકડ રૂા.8450 તથા જામનગર વાલસુરા નેવીમાં ફરજ બજાવતા અધિકારી હિમાંશુ રાજેશ શુકલના અસલ નેવીનું આઇકાર્ડ, એસબીઆઇ બેંકનું એટીએમ કાર્ડ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ તેમજ મકાન તથા બુલેટ ગાડીની ચાવી તથા મોબાઇલ ચાર્જર, સ્પીકર તથા નેવીના પાંચ જવાનોના અલગ અલગ નામના કેન્ટીંગના ઓરીજનલ કાર્ડ વગેરે ચીજવસ્તુઓ ભરેલો થેલો મળી આવ્યો હતો.

જે થેલાની અંદર રહેલ ડોકયુમેન્ટમાં લખેલા મોબાઇલ નંબર આધારે નેવીના અધિકારી હિમાંશુ રાજેશ શુકલાનો સંપર્ક કરી તેઓને ઉપરોકત રોકડ સહિતની તમામ ચીજવસ્તુઓ સોંપી આપી એલસીબીના પોલીસ કોન્સ. મિતેશભાઇ કાનજીભાઇ પટેલએ પ્રમાણિકતા દાખવી નેવીના જવાનને એક પોલીસ જવાને ગુમ થયેલ થેલો પરત સોંપી આપ્યો હતો. આમ સરાહનીય કામગીરી કરી જામનગર પોલીસનું ગૌરવ વધાર્યું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: