સુરત ના વરાછા વિસ્તારમાં ‘ટ્રાફિક કાયદા કથા’નું આયોજન

તા.૨૧/૦૯/૨૦૧૯ ના રોજ યોગીચોક, વરાછા,સુરત ખાતે સંજય ઇઝવા અને હિતેશ જાસોલિયા દ્વારા ‘ટ્રાફિક કાયદકથા’નું આયોજન કરવામાં આવ્યું. કાયદા કથાના મુખ્ય મહેમાન સુરત શહેરના ટ્રાફિક ડી.સી.પી.શ્રી સુધીર દેસાઈનું હેલ્મેટ આપી સ્વાગત કરવામાં આવ્યું.

૨૦૦૦ થી વધારે લોકોની હાજરી વાળા આ કાર્યક્રમ માં મુખ્ય વક્તા – નાયબ પોલિસ કમિશ્નર શ્રી સુધીર દેસાઈ (IPS , ટ્રાફિક પોલીસ, સુરત.) દ્વારા લોકોને ટ્રાફિક નિયમ બાબતે સમજ આપી જાગૃત કરવામાં આવ્યા.

સામાન્ય નાગરિકને થઇ રહેલ ૪૦ જેટલી સમસ્યાઓ અંગેના સવાલો સંજય ઇઝાવા દ્વારા પૂછવામાં આવ્યા હતા જેના દ્વારા લોકોનેે ખુબજ મહત્વની માહિતી મળી.

લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો.આ કાર્યક્રમના આયોજકો શ્રી સંજય ઇઝવા અને શ્રી હિતેશ જાસોલિયા દ્વારા ભવિષ્યમાં આવા કાર્યક્રમો શહેરના અન્ય અલગ અલગ વિસ્તારોમાં પણ કરવાની તૈયારી બતાવવામાં આવી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: