ઇન્કમટેક્સ નામે રિફંડ માટે આવતી લિંક ખોલશો નહિ, અને જો લિંક પર ક્લિક કરશો તો બેંક અકાઉન્ટ ખાલી થઈ શકે છે

CBDTએ કરદાતાને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નામે મળતા મેસેજથી દૂર રહેવા જણાવી ITની વેબસાઇટ પર જરૂરી માર્ગદર્શિકા મૂકી છે. આ સાથે કરદાતાને ઓનલાઇન રિફંડ અંગેની લિંક પર ક્લિક ન કરવા જણાવ્યું છે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, ઇન્કમટેક્સના નામથી અલર્ટ મેસેજ જેવા કે, પાન નંબર ડિટેલ, ક્લેઈમ રિફંડ માટે લિંક પર ક્લિક કરવા જેવા મેસેજ મોકલીને કરદાતાઓના બેંકની ડિટેલ અને કરદાતાઓના આધાર કાર્ડની વિગતો માગવામાં આવે છે અને છેતરપિંડી થતી હોય છે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કરદાતાઓને આવી કોઇ લિંક મોકલતી નથી. જેથી કરદાતાએ આવી કોઈ લિંક ખોલવી નહીં. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જેવું પોતાનું રિટર્ન ફાઇલ કરી દે છે અને ઓનલાઇન અપ્રૂવ થઇ જાય છે. ત્યારે ડિપાર્ટમેન્ટ ઓટોમેટિંક તેનું રિફંડ ક્લેઈમ કરદાતાના બેંક અકાઉન્ટમાં મોકલી આપે છે.

રિફંડના નામે છેતરપિંડી થાય છે

કરદાતાઓને પાન નંબર XXXXXXN839 ત્યારબાદ જૂના વર્ષના રિફંડ ક્લેઈમ, ડિપાર્ટમેન્ટ પાસે પડતર હોવાનું કહી લિંક http//151.80.90.62//itrefundપર ક્લિક કરવા જણાવે છે. પરંતુ આ લિંક વિભાગની ઓથેન્ટિક લિંક નથી તેવી સ્પષ્ટતા ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: