અહી શરીરમાં અગ્નિ આપીને બીમારીઓની સારવાર અપાઈ છે, જાણો વિગતે

અત્યાર સુધી તો તમે દવાઓ અથવા તો જડીબુટી દ્વારા અનેક બીમારીઓ ની સારવાર થઇ હોવાનું સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય આપણા શરીરમાં અગ્નિ આપીને બીમારીઓની સારવાર કરતા કોઇને ક્યારેય જોયા છે. તો હાં આ એક હકીકત સામે આવી રહી છે. ચીનમાં કંઇક આવી જ રીતે સારવાર થાય છે. આ એક એવી વિદ્યા છે કે જે છેલ્લાં ૧૦૦ વર્ષો કરતા પણ વધારે સમયથી ચીનમાં ચાલી રહી છે.

છેલ્લાં ૧૦૦ વર્ષો કરતા પણ વધારે સમયથી ચાલી રહી છે આ સારવાર

આ સારવારને ઓળખવામાં આવે છે “ફાયર થેરાપી” નાં નામથી

તણાવ અને વંધ્યત્વ થી લઇને કેન્સર જેવી જીવલેણ બીમારી સુધીની સારવાર સંભવ માનવામાં આવે છે

આ થેરાપી ને “ફાયર થેરાપી”(Fire Therapy) કહેવામાં આવે છે. ચીનમાં અનેક બીમારીઓની સારવાર માટે “ફાયર થેરાપી” અપનાવવામાં આવે છે. આ થેરાપી દ્વારા લોકોની સારવાર કરનારા “ઝાંગ ફેંગાઓ” પોતાનાં કામ માટે ખૂબ જ લોકપ્રિય છે.

ચીન(China) માં કેટલાંક લોકો “ફાયર થેરાપી” ને કંઇક ખાસ રીતની સારવાર માને છે. જેનાંથી તણાવ, ચિંતા, હતાશા, અપચો અને વંધ્યત્વ થી લઇને કેન્સર જેવી જીવલેણ બીમારી સુધીની સારવાર સંભવ માનવામાં આવે છે. ઝાંગ ફેંગાઓ બેઈજિંગનાં એક નાના એપાર્ટમેન્ટ માં આ અનોખી રીતે લોકોની સારવાર કરે છે.

એક વેબસાઇટ પરથી મળી માહિતી અનુસાર, પહેલા દર્દી ની પીઠ પર ઔષધિઓ માંથી બનેલો એક લેપ લગાવવામાં આવે છે અને ત્યારબાદ તેને એક રૂમાલથી ઢાંકી દેવામાં આવે છે. ત્યાર બાદ તેની પર પાણી અને આલ્કોહોલનો છંટકાવ કરવામાં આવે છે. પછી દર્દીનાં શરીરમાં અગ્નિ લગાવવામાં આવે છે. ઝાંગ ફેંગાઓ બીમારીઓની સારવાર આ જ રીતે કરે છે.

સારવારની આ રીત ચીનની પ્રાચીન માન્યતાઓ પર આધારિત છે. જે અનુસાર શરીરમાં રહેલી ગરમી અને ઠંડકની વચ્ચે સામંજસ્ય બેસાડવા પર જોર આપવામાં આવ્યું છે. ઝાંગ ફેંગાઓનાં મત અનુસાર શરીરનાં ઉપરનાં ભાગને ગરમ કરીને અંદરની ઠંડક દૂર કરવામાં આવે છે. “ફાયર થેરાપી” ને લઇને અનેક સવાલો પણ ઉભા થાય છે. જેમાં મહત્વની વાત એ છે કે સારવાર કરનારાઓ ની પાસે સારવાર કરવાનું સર્ટિફિકેટ છે કે નહીં.

સારવાર દરમ્યાન જો કોઇ અકસ્માત સર્જાય તો તેનાંથી બચવા માટે શું કોઇ પણ પ્રકારની વિશેષ સુરક્ષા વ્યવસ્થા છે કે કેમ? આ મામલે ઝાંગ ફેંગાઓનું કહેવું એમ છે કે અનેક વાર લોકોને ઇજા પણ થતી હોય છે. અનેક વાર દર્દીઓનાં ચહેરા અને શરીરનાં કેટલાંક ભાગો દાઝી પણ ગયા છે પરંતુ તે સારવાર બરાબર થવાને કારણે મોટી દુર્ઘટના થતી ટળી જાય છે. મેં અનેક લોકોને સારવાર શીખવાડી પણ છે પરંતુ હજી સુધી કોઇ જ ગંભીર દુર્ઘટના ઘટી નથી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: