ડ્રાઇવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માં આગામી 1 ઑક્ટોબર, 2019થી ફેરફાર, જાણો વિગતે

વાહન ચાલકો માટે જાણવાજોગ માહિતી સામે આવી છે. નવો મોટર વ્હીકલ એક્ટ 2019 અમલી બન્યા બાદ હવે આપનું ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે ડીએલ અને વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બદલાવાનું છે. ડીએલ અને આરસીમાં આગામી 1 ઑક્ટોબર, 2019થી ફેરફાર લાગુ થવા જઇ રહ્યો છે. જેના પગલે સમગ્ર દેશમાં ડીએલ અને આરસીના રંગરૂપ બદલાઇ જવાના છે. 1 ઑક્ટોબર, 2019થી સમગ્ર દેશમાં ડીએલ અને વાહનના આરસીનો રંગ, લૂક, ડિઝાઇન અને સિક્યોરિટી ફીચર્સ એકસમાન રહેશે.

સ્માર્ટ ડીએલ, સ્માર્ટ આરસી :

નવા નિયમ અનુસાર સ્માર્ટ ડીએલ અને સ્માર્ટ આરસીમાં માઇક્રોચિપ અને ક્યુઆર કોડ હશે. હવેથી દરેક રાજ્યમાં ડીએલ, આરસીનો રંગ એકસમાન હશે, તેની પ્રિન્ટિંગ પણ એકસમાન હશે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા જાહેરનામા અનુસાર, ડીએલ અને આરસીમાં તમામ માહિતી એક સમાન અને એક નિશ્ચિત જગ્યા પર જોવા મળશે.

માઇક્રોચિપ અને ક્યૂઆર કોડ :

હવેના નવા ડીએલ અને આરસીમાં માઇક્રોચિપ અને ક્યૂઆર કોડ હશે. જેના કારણે વાહન ચાલક અને વાહનનો પાછલો રેકોર્ડ છુપાવી શકાશે નહીં. ક્યૂઆર કોડની મદદથી તમામ માહિતી કેન્દ્રીય ડેટાબેઝમાં સુરક્ષિત થશે. જેના પગલે દેશમાં કોઇપણ જગ્યાએથી વાહન ચાલક અને વાહનનો પાછલો રેકોર્ડ વાંચી શકાશે. ક્યૂઆર કોડ વાંચવા માટે એક હેન્ડી ટ્રેકિંગ ડિવાઇસ પણ આપવામાં આવશે. ડીએલની પાછળ હવેથી ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવશે.

આ નવા ફેરફાર બાદ ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનના રજિસ્ટ્રેશન સર્ટિફિકેશનને સંબંધિત કોણ પણ મુંઝવણ રહેશે નહીં.

સરકારનો હેતુ :

આમ કરવા પાછળ સરકારનો મુખ્ય હેતુ નવા નિયમોની મદદથી દેશના તમામ વાહન ચાલકો અને વાહનોનો ઓનલાઇન ડેટા બેઝ તૈયાર કરવાનો છે. આ સાથે સરકાર ડીએલ અને આરસીની પ્રિન્ટિંગ પણ સુધારશે જેથી તે ઝડપથી ફેડ ના થઇ શકે.

વર્તમાનમાં શું સ્થિતિ છે? :

વર્તમાન સ્થિતિ અનુસાર દરેક રાજ્ય પોતપોતાની રીતે ડીએલ અને આરસીનું ફોર્મેટ ધરાવે છે અને તે રીતે તૈયાર કરીને અરજદારને આપે છે. તેમાં મુશ્કેલી એ રહેતી હતી કે દરેક રાજ્યના ડીએલ અને આરસી એકબીજાથી અલગ રહેતા હતા. તેના કારણે માહિતી પણ આગળ પાછળ અને જુદી જુદી જગ્યાએ જોવા મળતી હતી. આ કારણે કેન્દ્ર સરકારે તમામ પ્રકારની જાણકારી માટે હવે એક નિશ્ચિત જગ્યા નક્કી કરી છે અને તમામ રાજ્યો તેને અનુસરશે.

આ માટે કેન્દ્ર સરકારે ગયા વર્ષે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં લોકોના વિચાર મંગાવવામાં આવ્યા હતા. સરકારે સામાન્ય લોકો તરફથી મળેલા સૂચનોને આધારે આ નિર્ણય લીધો છે અને તેના માટે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

નવા આરસીમાં શું હશે? :

નવા નિયમ મુજબ બનનારા આરસીમાં આગળની તરફ વાહનના ફ્યુઅલના પ્રકાર અને ઇમિશનની સાથે વાહનના માલિકની માહિતી પણ આપવામાં આવશે. સાથે ક્યૂઆર કોડ, ટાઇપ અને મોટર વ્હીકલ, લાયસન્સ હોલ્ડ જેવી માહિતી કાર્ડની પાછળની તરફ આપવામાં આવશે. આ સાથે ડીએલ અને આરસી બંનેમાં કાર્ડની આગળની તરફ ચિપ ફિટ કરવામાં આવશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: