આ જેલમાં રાખવામા આવે છે દુનિયાનાં ખૂંખાર કેદીઓ, જેની પાછળ થાય છે ખર્ચ અધધ…

વિશ્વમાં ક્યૂબા ની ગ્વાંતાનમો બે જેલ ખૂબજ પ્રચલિત છે. તે સૌથી વધુ જાણીતી એટલા માટે કે આ દુનિયાની સૌથી મોંધી જેલ પણ છે. અહીં એક કેદી પાછળ 93 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આમ તો જ્યારે જેલનું નામ આવે ત્યારે મનમાં અનેક પ્રકારના સવાલ ઉઠે. જેમકે ત્યાં સલામતી કેવી હશે, કેદીઓના ખાવા પીવાની વ્યવસ્થા કેવી હશે. કેદીઓને કઈ સુવિધા મળતી હશે. પરંતુ ક્યુબાની આ એક જેલ છે, જ્યાં કેદીઓને કેટલી કડકાઈથી રાખવામાં આવે છે તેટલી જ તેઓને સુવિધા આપવામાં આવે છે. અહીં એક કેદી પાછળ લગભગ 40 સૈનિકો ગોઠવાય છે.

આ જેલ નું નામ છે ગુઆંતાનમો બે જેલ. આ જેલને આ નામ મળ્યું કારણ કે તે ગુઆંતાનમો ખાડીના કાંઠે સ્થિત છે. એક એહવાલ મુજબ હાલમાં આ જેલમાં 40 કેદીઓ છે અને દરેક કેદી પર વાર્ષિક 93 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે લગભગ 1800 સૈનિકો આ જેલમાં કેદીઓની સુરક્ષામાં તેનાત છે. આમ ફક્ત એક કેદી પર લગભગ 40 થી 45 સૈનિકો નોકરી કરે છે.

દર વર્ષે જેલની સુરક્ષામાં તેનાત સૈનિકો પર લગભગ 3900 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. હવે સવાલ એ છે કે કેદીઓને આટલી સુરક્ષા કેમ આપવામાં આવે છે? તો તમને જણાવી દઈએ કે વિશ્વનાં એવા ઘણા ગુનેગારોને અહીં રાખવામાં આવ્યા છે જે ખૂબ જોખમી અને ખૂંખાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 9/11 ના હુમલાનો માસ્ટર માઇન્ડ ખાલિદ શેખ મોહમ્મદ પણ આ જેલમાં બંધ છે.

આ જેલમાં ત્રણ ઇમારત, બે ગુપ્તચર મથક અને ત્રણ હોસ્પિટલો છે. આ ઉપરાંત અહીં વકીલો માટે અલગ કમ્પાઉન્ડ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં કેદીઓ તેમની સાથે વાત કરી શકે છે. સ્ટાફ કેદીઓ માટે ચર્ચ અને સિનેમાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે અન્ય કેદીઓ માટે જીમ અને પ્લે સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. અગાઉ આ યુએસ નેવી બેસકેમ્પ હતું, પરંતુ પછીથી તેને બનાવી દેવાઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશે અહીં એક કમ્પાઉન્ડ બનાવ્યું હતું જ્યાં આતંકવાદીઓને રાખવામાં આવ્યા હતા. તેનું નામ કેમ્પ એક્સ-રે રાખવામાં આવ્યું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: