અરવલ્લી કલેક્ટરની મામલતદાર કચેરીમાં લટાર : આવકનો દાખલો કઢાવવા આવેલી મહિલાને દાખલ સહીત ૧૫ મિનિટમાં વિધવા સહાય મંજુર કરી આપી

અરવલ્લી કલેક્ટરની મામલતદાર કચેરીમાં લટાર : આવકનો દાખલો કઢાવવા આવેલી મહિલાને દાખલ સહીત ૧૫ મિનિટમાં વિધવા સહાય મંજુર કરી આપી

અરવલ્લી જીલ્લાના નવનિયુક્ત કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર એક્શન મોડમાં આવી ગયા છે જીલ્લા સેવાસદન માં આવેલી મામલતદાર કચેરીમાં આકસ્મિક મુલાકાત થી અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો મામલતદાર કચેરીની સામાન્ય વ્યક્તિની માફક મુલાકાત કરતા મામલતદાર કચેરીમાં આવકના દાખલ માટે ધરમધક્કા ખાતી ગરીબ મહિલા પર નજર પડતા મહિલાની આપવીતી જાણી તાત્કાલિક આવકનો દાખલો કાઢી અપાવી માત્ર ૧૫ મિનિટ માં વિધવા સહાય મંજુર કરી અપાતા ગરીબ મહિલાની આંખો ખુશી થી ભરાઈ આવી હતી

અરવલ્લી જિલ્લા ના નવ નિયુક્ત કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જિલ્લા બહુમાળી ના પરિસર માં આવેલી મોડાસા મામલતદાર કચેરી ની મુલાકાત દરમિયાન એક ગરીબ મહિલા ને જોતા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે કયા. કામ માટે આવ્યા છો તેવું પૂછયું ત્યારે મહિલા એ જણાવ્યું કે સાહેબ હું આવક ના દાખલો લેવા માટે આવી છું ત્યારે આ કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે તરતજ આવકનો દાખલો કાઢીને અપાવ્યો હતો આ ગરીબ મહિલા વિધવા હોવા ની જાણ થતાં તાત્કાલિક વિધવા સહાય નું ફોર્મ ભરાવી માત્ર 15 મીનીટ વિધવા સહાય મંજુર કરી મંજૂરી નો હુકમ કરતા જીલ્લા સેવાસદનમાં ઉપસ્થિત પ્રજાજનોએ ભારે સરાહના કરી હતી જીલ્લા સેવાદાનમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓ અને સરકારી કામકાજ કઢાવી આપવા ફરતા દલાલોમાં ફફડાટ ફેલાયો હતો જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર ની મામલતદાર કચેરીમાં ઓચિંતી મુલાકાત થી દલાલો રફુચક્કર થઈ ગયા હતા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: