છેલ્લા કેટલાક દિવસો થી સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળતો હતો.10 ગ્રામ સોના ના ભાવ 40,000 સુધી પહોચી ગયા હતા. જ્યારે હવે ચાંદીએ પણ તેના પ્રદર્શનથી રોકણકારો માં ખુશી નો માહોલ છવાય ગયેલો છે.
પરંતુ વૈશ્વિક મંદી ના કારણે સોનાના ભાવ માં ઘટાડો જોવા મળ્યો હતો.દિલ્હી માં આવેલા સર્રાફા બજારમાં સોનાના ભાવ 170 રૂપિયા ગગડીને 10 ગ્રામ દીઠ 38,390 થયા હતા.રિપોર્ટ મુજબ છેલ્લા ચાર થી પાંચ દિવસ માં સોના ના ભાવ માં 805 રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો છે.
100 થી 270 રૂપિયા જેટલી સોનાના ભાવ માં નરવાઈ જોવા મળી હતી.જ્યારે ચાંદી ની માંગ ઘટતા શુક્રવારે 120 રૂપિયા ગગડીને પ્રતિ કિલો 47,580 રૂપિયા નોંધાયા હતા.અને ગુરુવારે 47,700 ભાવ નોંધ્યો હતો.
ભાવ ઘટાડા નું મુખ્ય કારણ ભારત ના નાણાંપ્રધાને નિર્મલા સીતારમણે મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ટેક્સ માંથી આપેલી રાહત છે.કોર્પોરેટ ટેક્સ માં 25.14 ટાક નો ઘટાડો કરવામાં આવ્યો છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.