સૌરાષ્ટ્રના ઊના, ખાંભા સહિત ગીર પંથકમાં મેઘરાજાની મહેર છલકાઈ..

સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. છેલ્લા 2-3 દિવસ સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઊના, ખાંભા સહિત ગીર પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરી દીધી છે. રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બીજી તરફ મોરબીનાં બરવાળામાં ન્હાવા પડેલા 2 બાળકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યાં છે.આજે વહેલી સવારથી જ ઊનાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. ઉમેજ, કાંધી અને ભાચા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ કોડીનારનાં ઘાટવડ, નગડલા અને જામવાળા સહિતના ગીરના ગામોમાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુત્રાપાડાના પ્રાચી, ગાંગેથા, પ્રાસલી, ટીમડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

ખાંભા અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખાંભાના ખાડધાર, બોરાળા, ચક્રવા, ધૂધવાના, ડેડાણ, ત્રાકુંડા, જામડા અને બારમણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.ગીર પંથકમાં પડી રહેલા વરસાદના પગલે ઉમેજમાં એક મકાન ધરાશાયી થયું છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. કાચા મકાનો હોવાના કારણે ચોમાસામાં વરસાદ પડવાનો સિલસિલો યથાવત રહે છે. આ ચોમાસામાં ગામડાઓમાં 12થી વધુ કાચા મકાન ધરાશાયી થયા છે. જેથી કાચા મકાનોનો સર્વે કરવા માટે લોકો માંગ કરી રહ્યાં છે.બીજી તરફ મોરબીનાં બરવાળામાં તળાવમાં ન્હાવા પડેલા 2 બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. જેને લઈને પરિવારમાં શોક છવાઈ ગયો છે.

એક સપ્તાહ કરતા વધુ સમયના વિરામ પછી ગુરુવારથી ફરી એકવાર કચ્છમાં વિદાય લેતા ચોમાસાએ પોતાનું હેત વરસાવવાનું શરૂ કર્યું છે. ગુરુવારે 6 તાલુકામાં ગાજવીજ અને પવન સાથે વરસાદે હાજરી પુરાવ્યા બાદ શુક્રવારે માંડવી અને મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે પોતાની હાજરી પુરાવી હતી.માંડવીમાં બપોરે 4 વાગ્યા પછી વાતાવરણ એકાએક પલટાયું હતું. જોતજોતામાં પવન અને ગાજવીજ સાથે જોરદાર ઝાપટાં સાથે વરસાદ વરસવાની શરૂઆત થઇ છે. એકાદ કલાક સુધી ભારે ઝાપટાં વરસતાં સતાવાર રીતે 14 મી.મી એટલે કે અડધો ઇંચ વરસાદની સતાવાર નોંધ થઇ હતી. આ વરસાદના કારણે આઝાદચોક સહિતના વિસ્તારમાં જોશભેર પાણી વહિ નિકળ્યા હતા. તો તાલુકાના બિદડા, મોટી ખાખર સહિતના મોટાભાગના ગામડાઓમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

આ તરફ મુન્દ્રાના બાબિયા, શીરાચા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભાદરવાના ભુસાકાની જેમ કયાંક ધોધમાર તો કયાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. જોકે મુન્દ્રા નરગ અને આસપાસ માત્ર છુટાછવાયા વાદળોની હાજરી જ જોવા મળી હતી. દરમિયાન અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ મજબુત બની ડિપ્રેશનમાં ફેરવાય તેવી શકયતા વચ્ચે આગામી 4 દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.માંડવીમાં ગાજવીજ સાથે વરસેલા વરસાદ વચ્ચે મુખ્ય બજારમાં આવેલ જામા મસ્જિદના મિનારા પર કડાકા સાથે વિજળી પડતાં ગભરાટ ફેલાઇ ગયો હતો. વિજપ્રપાતના કારણે મિનાર પર તીરાડ પડવા સાથે વીજ ઉપકરણોને નુકશાન પહોંચ્યું હતું. ધાસુરા ચોકમાં ભારે પવનના કારણે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: