ઓનલાઇન બેંકિંગ ટ્રાન્ઝેક્શનમાં પડતી તકલીફો દૂર કરવા RBI ની પહેલ : ગ્રાહકોને કપાયેલા ચાર્જ રિફંડ થશે.

ઓનલાઇન લેવડ-દેવડ દરમિયાન બેંકના ખાતેદારના પૈસા અટવાયા હોય તો તે પાછા મેળવી આપવા રિઝર્વ બેંકે એક નવી જાહેરાત કરી હતી.

એટીએમ દ્વારા પૈસા લેતી વખતે મશીનમાંથી પૈસા ન નીકળી પરંતુ ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાઇ જાય કે પેમેન્ટ કરતી વખતે કોઇ પ્રકારની ગરબડ થતાં ગ્રાહકના ખાતામાંથી પૈસા જાય તો બેંકે આ ટ્રાન્ઝેક્શન થયાના પાંચ દિવસમાં ગ્રાહકના પૈસા પાછા ચૂકવી દેવા પડશે.

આમ થવામાં વિલંબ થાય તો બેંકે પોતાના ખાતેદારને રોજના 100 રૂપિયા વળતર રૂપે ચૂકવવા પડશે.

રિઝર્વ બેંકના આ પગલાથી યુટીઆઇ, મની ટ્રાન્સફર, એટીએમ દ્વારા લેવડદેવડ, ઇ વોલેટ વગેરેનો નિયમિત વપરાશ કરનારા ખાતેદારોને લાભ થશે. રિઝર્વ બેંકે એક નોટિફિકેશન દ્વારા શુક્રવારે આ જાહેરાત કરી હતી. ખાતેદારે કરેલા ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતાના વળતર રૂપે બેંકો માટે આ નોટિફિકેશન તત્કાળ અમલમાં આવે એવી જાહેરાત કરાઇ હતી.

ખાતેદાર આઇએમપીએસ દ્વારા કોઇને ચૂકવણી કરે ત્યારે એના ખાતામાંથી પૈસા કપાઇ જાય પરંતુ જેને પૈસા મોકલ્યા હોય એને ન મળે તો માત્ર એક દિવસમાં બેંકે ઓટો રિવર્સ કરવાના રહેશે. આમ કરવામાં બેંક નિષ્ફળ જાય તો રોજના 100 રૂપિયા દંડ રૂપે ખાતેદારને ચૂકવવા પડશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: