જો તમને ગરમા ગરમ ચા પીવાની ટેવ હોય તો છોડી દો, થઈ શકે છે આ ગંભીર બિમારી

સૌથી વધુ ચા પીનારા લોકોની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે. કેટલાક લોકોને તો દર કલાકે-કલાકે ચા પીવાની લત લાગેલી હોય છે. તો કેટલાક લોકો હજી ટેબલ પર ચા મૂકાય કે તરત જ ગરમાગરમ ચાની ચૂસકી લઈ લે છે. જો તમને પણ આવી ગરમાગરમ ચા પીવાની ટેવ હોય તો છોડી દો. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગરમ ચા પીવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે અને કેન્સર થઈ શકે છે. આ અભ્યાસ અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા કરવામાં આવ્યો છે.

ચાના શોખીનો ચેતી જાય એ માટે તાજેતરમાં જ એક અભ્યાસ બાદ નીકળેલા તારણ પરથી દાવો કરવામાં આવ્યો છે કે ગરમ ચા પીવાથી ઈસોફિગસ (અન્નનળી)નું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. અભ્યાસમાં જણાવ્યા અનુસાર, જે લોકો રોજિંદા 75 ડિગ્રી સેલ્સિયસ પર ચા પીવે છે તેમનામાં આ કેન્સર થવાનું જોખમ બમણું થઈ જાય છે. તેમજ સંશોધકો ચા પીવાની રીત જણાવતા કહે છે કે, ઉકળતી ચા આવી હોય એ ક્યારેય ન પીવી. જો ચા કપમાં નાખ્યા બાદ 4 મિનિટ સુધી ન પીવામાં આવે તો કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે.

અમેરિકન કેન્સર સોસાયટીના લીડ ઓથર ફરહાદ ઈસ્લામીના જણાવ્યા અનુસાર, ઘણા લોકો ચા, કોફી અથવા બીજા હોટ ડ્રિંક ગરમાગરમ પીવે છે. જેના કારણે અન્નનળીનું કેન્સર થઈ શકે છે. આ અભ્યાસમાં 50,045 લોકો સામેલ કરવામાં આવ્યા હતા. જેમની ઉંમર 40થી 75 વર્ષ હતી. આ તમામ લોકોને તેઓ ક્યારે ચા પીવે છે અને કેટલી ડિગ્રી સેલ્સિયસ પર પીવે છે એ વિશે યાદ રાખવાનું કહેવામાં આવ્યું હતું. આ રિસર્ચ વર્ષ 2004થી 2017 દરમિયાન કરવામાં આવ્યું હતું. જેમાં 317 લોકોમાં અન્નનળીનું કેન્સર જોવા મળ્યું. આ અભ્યાસનું તારણ એ નીકળ્યું કે, દરરોજ 60 ડિગ્રી સેલ્સિયસ અથવા તેના કરતા વધુ ગરમ ચા પીવામાં આવે તો ગ્રાસનળી એટલે કે અન્નનળીનું કેન્સર થવાનું જોખમ 90% સુધી વધી જાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: