રાજકોટ નો ભાદર ડેમ-1 ઓવર ફ્લો થઈ શકે છે , હાલ 33.50 ફૂટની સપાટીએ પહોંચ્યો

સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. આજે કોટડા સાંગાણી તાલુકાના પાટિયારી, નાની મેંગણી, મોટી મેંગણી સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ ગોંડલ અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો છે. જેને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. આ ઉપરાંત લીલાખા ગામમાં આવેલો સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમ ઓવર ફ્લો થવાની તૈયારીમાં છે. અત્યાર સુધીમાં ભાદર ડેમ-1 98 ટકા જેટલો ભરાઈ ગયો છે. ભાદર ડેમ ઓવરફ્લો થવામાં હવે 0.50 પોઈન્ટ બાકી છે. 3 વાગ્યા સુધીમાં 33.50 ફૂટની સપાટીએ પહોંચી ગયો હતો. ભાદર-1 ડેમની કુલ સપાટી 34 ફૂટ છે.

રાજકોટ, ગોંડલ,વીરપુર(જલારામ), ગોંડલ અને જેતપુરની પાણીની સમસ્યા હલ

ભાદર ડેમના ઉપરવાસના ગામો સુલતાનપુર,વાસાવડ સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે. તેમાં પણ ભારે પવનને કારણે ભાદર ડેમમાંથી પાણી ઉછળીને બહાર નીકળી રહ્યું છે. જેને પગલે ભાદર પર આધારિત રાજકોટ શહેર, ગોંડલ,વીરપુર(જલારામ) અને જેતપુરની પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: