અમરેલીના વડીયામાં મેડીકલ સ્ટોર ચલાવતા શ્રી રમેશભાઈ પાધડ।ળની પુત્રીએ નાયબ મામલતદાર તરીકે પસંદગી પામી ગૌરવ વધાર્યું

અમરેલી જીલ્લાના વડીયા ગામમાં મેડીકલ સ્ટોર ચલાવતા શ્રી રમેશભાઈ પાઘડાળ ની પુત્રી નાયબ મામલતદારમાં સિલેકટ થયેલ છે અકસ્માતમાં નાની વયે પોતાનો પગ ગુમાવેલ છતા પોતાની હિંમત અને હોશ સાથે તાજેતરમાં જ કેળવણીઘામ સીવીલ સર્વીસ કેન્દ્ર અમદાવાદ ખાતે તાલીમ લઈ રહેલ વિધાર્થીની ઓમાં તારીખ ૧૩ સપ્ટેમ્બર,૨૦૧૯ ના રોજ નાયબ મામલતદાર ઓફીસરની જી.પી.એસ.સી. ની પરીક્ષા પાસ કરીને સરકારમાં જોડાયેલ છે.

અમરેલીના મુળ બરવાળા બાવળ ગામના વતની અને છેલ્લા ૩૦ વર્ષૅ થી વડીયા માં મેડીકલ સ્ટોર ધરાવતા રમેશભાઈ તેમજ જયાબેન પાઘડાળની પુત્રી દિપ્તીબેન પાધડાળ એ જી.પી.એસ.સી.ની પરીક્ષામાં અસામાન્ય સિઘ્ઘી મેળવી છે અને આ દિકરી નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી રહી છે અને ઘો.૧૦ તેમજ ધો.૧ર માં અવલ નંબર ઉપર રહીને શીલ્ડ મેળવેલ છે તેમજ વડીયા કન્યા વિધ્ઘાલય તેમજ વડીયા ગામનુ ગૌરવ વધારેલ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: