આ વર્ષે સારા વરસાદ ને લીધે ગુજરાતમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવી જશે

રાજ્યમાં ૧૨૧.૮૯ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. પરિણામે રાજ્યના ૮૯ જળાશયો છલકાયાં છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૮૯૬ મી.મી. એટલે કે સરેરાશ ૧૩૩.૭૪ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૯૧૭ મી.મી. એટલે કે સરેરાશ ૧૧૨.૮૭ ટકા, સૌરાષ્ટ્ર રિજયનમાં ૮૦૧ મી.મી. એટલે કે સરેરાશ ૧૨૦.૮૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬૬ મી.મી. એટલે કે સરેરાશ ૯૩.૮૬ ટકા અને કચ્છ રિજયનમાં ૫૭૦ મી.મી. એટલે કે સરેરાશ ૧૪૨.૧૮ ટકા વરસાદ વરસ્યો છે. આમ રાજ્યમાં સરેરાશ કુલ ૯૯૪.૬૦ મી.મી. એટલે કે, સરેરાશ ૧૨૧.૮૯ ટકા વરસાદ થયો છે .

ગાંધીનગરમાં સ્ટેટ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં ૧૨૧.૮૯ ટકા સરેરાશ વરસાદ થવાથી રાજ્યનાં કુલ ૨૦૪માંથી ૮૯ જળાશયો છલકાયાં છે. તા. ૧૮ સપ્ટેમ્બર-૨૦૧૯ સવારે ૮ કલાકની સ્થિતિએ સરદાર સરોવર જળાશયમાં ૩,૩૦,૫૫૪.૦૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૮.૯૪ ટકા છે. ૬૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૪ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયાં છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.

ઉત્તર ગુજરાતનાં ૧૫ જળાશયોમાં ૫૭.૮૯ ટકા, મધ્ય ગુજરાતનાં ૧૭ જળાશયોમાં ૯૮.૧૫ ટકા, દક્ષિણ ગુજરાતનાં ૧૩ જળાશયોમાં ૯૨.૯૯ ટકા, કચ્છનાં ૨૦ જળાશયોમાં ૭૫.૬૦ ટકા અને સૌરાષ્ટ્રનાં ૧૩૯ જળાશયોમાં ૮૪.૭૧ ટકા પાણીના સંગ્રહ સાથે રાજ્યનાં કુલ ૨૦૪ જળાશયોમાં ૪,૮૮,૬૮૭.૨૧ એમ.સી.એફ.ટી. મીટર ઘન ફૂટ એટલે કે ૮૭.૭૮ ટકા પાણીનો સંગ્રહ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: