પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના 2019 – જાણો કોને કોને થશે લાભ અને યોજનાનો લાભ લેવા માટે શું કરવું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેરોજગારીની સમસ્યા ને દુર કરવામાટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના બહાર પાડી છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) નો મુખ્ય હેતુ દેશના યુવાનોને ઉદ્યોગો સાથે જોડાયેલ શિક્ષણની ટ્રેનીગ આપવાનું છે જેનાથી યુવાનોને રોજગાર મેળવવામાં આસાની રહે છે. PMKVY કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનામાની એક યોજના છે. PMKVY માં યુવાનોને ટ્રેનીંગ આપવાની ફી સરકાર ભોગવે છે.

આ યોજનામાં ૧૦ માં ધોરણથી લઈને ગ્રેજ્યુએટ સુધીના બેરોજગારને સહાયતા મળશે. આ ઉપરાંત ભણેલા-ગણેલા યુવાનોને પણ આ યોજનાનો લાભ મળશે તેવા પ્રયાસો થઇ રહ્યા છે.આ યોજનામાં સરકાર પહેલા ટેકનીકલ જ્ઞાન આપવા માટે ટ્રેનીંગ આપશે અને પછી રોજગાર આપવાનું કામ કરશે. સરકારે વર્ષ ૨૦૨૦ સુધીમાં આ યોજના દ્વારા ૧ કરોડ યુવાનોને ટેકનીકલ જ્ઞાન ની ટ્રેનીંગ આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

કેવી રીતે કરશો આ યોજનામાં રજીસ્ટ્રેશન:-

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં અરજદારે એના નામની એન્ટ્રી કરવાની રહેશે. એના માટે http://pmkvyofficial.org પર જઈને તેનું નામ, અડ્રેસ અને ઈમેઈલ વગેરે જાણકારી આપવાની રહેશે.

ફોર્મ ભર્યા પછી અરજદારે જે ક્ષેત્ર માં ટ્રેનીંગ લેવી હોય તે પસંદ કરવાનું રહેશે. PMKVY માં બાંધકામ, ઇલેક્ટ્રોનીક્સ અને હાર્ડવેર, ફૂડ પ્રોસેસિંગ, ફર્નિચર અને ફીટીંગ, જેમ્સ અને જવેલરી અને લેધર ટેકનોલોજી જેવા ૪૦ ટેકનીકલ ક્ષેત્ર આપવામાં આવ્યા છે. બધી માહિતી ભર્યા પછી તમારે તમારા પસંદ ના ટ્રેનીંગ સેન્ટર પસંદ કરવાનું રહેશે.

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની ખાસ ૫ વાતો:-

૧) પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના માટે આપણે કોઈ ફી ભરવી પડતી નથી પરંતુ સરકાર ઇનામના રૂપે ૮૦૦૦ સરકાર તરફથી મળે છે.

૨) PMKVY યોજનામાં ૩ મહિના, ૬ મહિના અને ૧ વર્ષ માટે રજીસ્ટ્રેશન થાય છે. કોર્ષ પૂરો થયા પછી સર્ટીફીકેટ આપવામાં આવે છે. આ સર્ટીફીકેટ આખા દેશમાં માન્ય ગણાય છે.

૩) પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં ટ્રેનીંગ પૂરી થયા પછી સરકાર આર્થિક સહાયતા માટે ઉપરાંત નોકરી અપાવામાં પણ મદદ કરે છે. રોજગાર મેળા દ્વારા સરકાર આવા યુવાનોને નોકરી આપવામાં મદદ કરે છે.

૪) PMKVY નો મુખ્ય ઉદેશ એવા લોકોને રોજગાર પૂરો પાડવાનો છે કે જે લોકો ઓછુ ભણેલા હોય અને ભણવાનું વચ્ચે અધૂરું મૂકી દીધું હોય.

૫) PMKVY નો અભ્યાસક્રમ પૂરો થયા પછી તમને SSCદ્વારા માન્ય એજન્સી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. જો તમે મૂલ્યાંકન પાસ કરી લેશો અને તમારી પાસે માન્ય આધાર કાર્ડ હશે તો તમને સરકારી સર્ટીફીકેટ અને સ્કીલ કાર્ડ મળશે. ઉમેદવાર PMKVY માં ઘણી વાર તેનું મૂલ્યાંકન કરવી શકે છે પણ દરવખતે તેના પૈસા ભરવા પડશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: