બે નાના બાળકોને છોડી આપઘાત કરી લેનાર PSI નિલેશ ફિણવીયાની સુરતમાં નીકળી અંતિમયાત્રા

સુરતના વતની પીએસઆઈ ફિણવીયાએ બંદોબસ્ત દરમિયાન આત્મહત્યા કરી લીધી હતી. તેમની આજે સુરતના વરાછા ખાતે આવેલી શાંતિનગર સોસાયટીથી અંતિમયાત્રા યોજાઈ હતી. અંતિમયાત્રા દરમિયાન અત્યંત કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર પણ પરિવારે આક્ષેપો કર્યા હતા. તેમની અંતિમચિઠ્ઠીને લઈ ભારે ઉહાપોહ મચ્યો છે. બીજી તરફ તેમને પિસ્તોલ આપનાર પોલીસ સબ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગત રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે તેઓ નર્મદાના નીરના વધામણા કરવાના કાર્યક્રમ અને સરદાર સરોવર લોકોને અર્પણ કરવા આપવ્યા હતા. દરમિયાન પોલીસ બંદોબસ્તમાં રહેલા પીએસઆઈ ફિણવીયાએ અન્ય એક પીએસઆઈ એમ બી કોંકણીની સર્વિસ પિસ્તોલ ફોટો પડાવવાનું કહી માગી હતી. તે વખતે ફિણવીયાના ભાઈ ત્યાં ફોટો પાડી રહ્યા હતા. બંને પોલીસ કર્મી કાંઈ સમજે તે પહેલા ફિણવીયાએ ટ્રીગર દબાવી દઈ આત્મહત્યા કરી લીધી હતી. તેમની પાસેથી એક અંતિમચિઠ્ઠી મળી હતી અને તેમાં ડીસીપી સહિતનાઓ પરેશાન કરતા હોવાની વાત લખી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. જોકે તેમના ભાઈ હેમેન્દ્રભાઈનું કહેવું છે કે ચિઠ્ઠી કોઈ લઈ ભાગી ગયું છે.

બે નાના બાળકોને છોડી આપઘાત કરી લેનાર નિલેશ ફિણવીયાની અંતિમયાત્રા ઘરથી અશ્વિનિકુમાર સ્મશાન ગૃહ સુધી યોજાઈ હતી. પરિવારજનોએ ભારે આક્રંદ કર્યો હતો. ફિણવીયાના ભાઈ ભાવેશે કહ્યું હતું કે, તેમના આપઘાત પાછળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે. નિલેશને માનસિક ત્રાસ આપતા હોવાનું તે કહેતો હતો. પોલીસે હજુ નિલેશની સુસાઈડ નોટ આપી નથી તેમાં તેણે શું લખ્યું હતું તે જાહેર કેમ કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે પીએસઆઈ નિલેશ ફિણવીયાને બે વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. છેલ્લે સસ્પેન્ડ થયા બાદ તેઓ 10 દિવસ પહેલા જ ફરત પર પરત હાજર થયા હતા. મક્કમ મનોબળ ધરાવતા તેમણે આત્મહત્યા કરી લેતા પરિવાર માટે પણ એક આઘાત સ્વરૂપ ઘટના છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: