હવામાન વિભાગની આગાહી, આ દિવસોમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાતમાં 121 ટકા વરસાદ થતા આગામી 12 મહિના ગુજરાત માટે સોનેરી વર્ષ સાબિત થશે તેવું કૃષિ નિષ્ણાતોનું કહેવું છે. આગામી વર્ષે ગુજરાત ઉનાળુ પણ પાણીદાર સાબિત થશે. ત્યારે ગુજરાતમાં હજી પણ વરસાદ પર બ્રેક લાગી નથી. એક અઠવાડિયુ વરસાદે વિરામ લીધા બાદ હવે ગુજરાતમાં ફરીથી વરસાદ વરસવાનો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, 19થી 26 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સારો વરસાદ વરસવાનો છે.

હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાનું છે. જેને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. 19થી 20 સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમ મુંબઈ અને દક્ષિણ ગુજરાત આસપાસ પહોંચશે. જેના બાદ 26 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અનેક શહેરોમાં વરસાદનું જોર રહેશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. જેથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આમ, આગામી 10 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

ગુરુવારે એટલે આવતીકાલે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે બીજા દિવસે શુક્રવારે ડાંગ, વલસાડ, નવસારી, દમણમાં વરસાદની આગાહી છે. આ સાથે શનિવારે વલસાડ, દમણ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં જ્યારે રવિવારે વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની પણ શક્યતાઓ રહેલી છે.

ઉલ્લેખનીય છે કે, આજે છોટાઉદેપુરના કવાંટ અને નસવાડીમાં વરસાદ નોંધાયો હતો. કવાંટમાં સવારમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ, તો નસવાડીમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વલસાડમા સોમવાર રાત્રિથી લઇ મંગળવારે દિવસ દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 3 ઇંચ ભારે વરસાદ ખાબકતા ફરીથી ગ્રામ્ય પંથકના લોકોને મેઘરાજા ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાના એંધાણ દેખાયા હતા. આ સાથે જિલ્લાના કપરાડા તાલુકામાં પણ સવા 1 ઇંચ વરસાદ પડ્યો હતો.જ્યારે વલસાડ,પારડી તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો.જ્યારે નવસારીમાં મોડીરાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. નવસારીના કેટલાક વિસ્તારમાં વીજ ડુલ થઈ ગઈ હતી. નવસારી ઉપરાંત નજીકના વિજલપોર સહિતના જલાલપોર તાલુકામાં પણ મોડીરાત્રે કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અહીં રાત્રે 2 થી 6 દરમિયાન 2.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. આજ સમયગાળા દરમિયાન ગણદેવી તાલુકામાં 38 મિમી વરસાદ પડ્યો હતો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: