ગુજરાતમાં લગભગ ૩.૫ લાખથી વધુ કરદાતાને વાર્ષિક રિટર્ન ફાઇલ કરવામાંથી છુટકારો મળી શકશે.

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ વિભાગમાં  કરોડ સુધીની ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ના વર્ષ માટેના વાર્ષિક રિર્ટન જીએસટીઆર – ૯ અને જીએસટીઆર – ૯એ ફાઇલ કરવામાંથી મુક્તિ આપવામાં આવે તેવી શકયતા છે.

ઓટોમોબાઇલ સેકટરમાં વાહનો પરનો જીએસટી રેટ ૨૮ ટકાથી ઘટાઢીને ૧૮ ટકા કરાય તેવી સંભાવના છે. ગોવામાં તા. ૨૦ સપ્ટેમ્બરે યોજાનાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી ધારણા છે. જો ‚૨ કરોડનું ટર્ન ઓવર ધરાવનારને રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ આપવાના ઠરાવને જીએસટી કાઉન્સિલ મંજૂરીન મહોર મારે તો લગભગ ૬૦ ટકાથી વધુ વેપારીઓને જીએસટીઆર – ૯ અને જીએસટીઆર – ૯એ ફાઇલ કરવાનો વારો આવશે નહીં.

ગુજરાત સહિત દેશભરમાં ૧ કરોડથી વધુ વેપારીઓ પૈકી લગભગ ૬૦ ટકા વેપારીઓ ૨ કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. ગુજરાતમાં લગભગ ૩.૫ લાખથી વધુ કરદાતા વાર્ષિક રિટર્ન ફાઇલ કરવામાંથી છુટકારો મળી શકશે. જીએસટી નેટવર્કમાં ટેક્નિકલ ખામીના કારણે કરદાતાઓના ઇન્વોઇસ મેચ થતા ન હોવાની સમસ્યા ગંભીર છે. ઇન્વોઇસ મિસમેચિંગને કારણે વેપારીઓને વાર્ષિક રિટર્ન જીએસટીઆર – ૯ અને જીએસટીઆર – ૯એ ફાઇલ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને રિટર્ન ફાઇલિંગની મુદત પણ વધારવી પડી છે.

દેશનું અર્થતંત્ર મંદીના ભરડામાં સપડાઇ રહ્યું હોવાથી ઓટોમોબાઇલ સેકટરને મંદીમાંથી બહાર લાવવાના પ્રયાસના ભાગ‚પે અને અર્થતંત્રમાં તેજીનો સંચાર જીએસટી રેટમાં ૧૦ ટકાનો ઘટાડો કરાય તેવું વ્‌યાપારી વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

જોકે, છેલ્લાં કેટલાંક સમયથી સરકારની જીએસટીની આવકમાં ઘટાડો થઇ રહ્યો હોવાથી ઓટોમોબાઇલ સેકટર પરનો જીએસટી રેટ નહી ઘટાડવા માટે પણ દબાણ કરાઇ રહ્યું છે. ઓટોમોબાઇલ સેકટર પરનો જીએસટી રેટ ઘટાડવાને લીધે ટુ – વ્હીલર સહિત વાહનોની માગમાં વધારો થવાની અને તેના પગલે આનુષાંગિક સેકટર – એમએસએમઇ ઉદ્યોગોને વેગ મળે તેવી શકયતાને ધ્યાનમાં લઇને જીએસટી રેટ ૧૮ ટકા કરવાની ધારણા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: