તમને ખબર છે ઈ-સિગારેટ શું છે? તો જાણો

આજકાલ જોવામાં આવ્યું છે કે લોકો સામાન્ય સિગારેટને બદલે ઈ-સિગારેટ પીવા લાગ્યા છે. તેમનું માનવું છે કે ધુમાડો છોડનાર સિગારેટને બદલે ઈ-સિગારેટ પીવાથી નુકસાન ઓછું થાય છે પરંતુ હકીકત એવી છે કે ઈ-સિગારેટથી આરોગ્ય પર ગંભીર અસર પડે છે. ઈ-સિગારેટ પીવાથી હોસ્પિટલમાં દાખલ થયેલા કે મોત પામેલા તંદુરસ્ત યુવાનોના કેસોની સંખ્યા વધી રહી છે. ઘણા યુવાનોને ખબર હોતી નથી કે આ ઈ-સિગારેટમાં શું છુપાયેલું હોય છે તેની આડઅસર કઈ અને તેઓ જાણતા હોતા નથી કે શા માટે આટલા ઓછા સમયમાં તે આટલી બધી લોકપ્રિય બની.

વેપિંગ એટલે ઈ-સિગારેટ જેવા ઉપકરણો દ્વારા પેદા થતો ધુમાડો શ્વાસમાં લેવાની ક્રિયા. જ્યારે પહેલી વાર ૨૦૦૬માં અમેરિકામાં ઈ-સિગારેટ દાખલ કરવામાં આવી ત્યારે ઘણા સ્મોકિંગ એક્સપર્ટ આશાવાદી હતી. તેમને આશા હતી કે પરંપરાગત સિગારેટને બદલે આ ઈ-સિગારેટ ઉપયોગી નીવડશે. અમેરિકાની મિડલ અને હાઈસ્કૂલના લગભગ ૩૬ લાખ વિદ્યાર્થીઓ ઈ-સિગારેટનો ઉપયોગ કરી રહ્યાં છે.

શું છે ઈ-સિગારેટ

ઈ-સિગારેટ બેટરીથી ચાલનાર એ ડિવાઇસ છે જેમાં લિક્વિડ ભરેલું હોય છે. આ નિકોટીન અને બીજા હાનિકારક કેમિકલ્સનું મિશ્રણ હોય છે. જ્યારે તમે કશ ખેંચો ત્યારે હિટિંગ ડિવાઇસ તેને ગરમ કરીને વેપરમાં બદલી નાખે છે તેથી સ્મોકિંગની જેમ ધુમાડા કાઢી શકાય છે. ઈ-સિગારેટમાં નિકોટીન અને બીજા હાનિકારક કેમિકલનું મિશ્રણ હોય છે. નિકોટીન પોતાની મેળે એવો એક નશીલો પદાર્થ હોય છે જેની લત લાગી જાય છે તેથી હૃદયરોગીને ઈ-સિગારેટથી દૂર રહેવાની સલાહ અપાય છે. ઈ-સિગારેટ હાર્ટની નસોને પણ નબળી પાડે છે તેની લત લાગી જાય છે તેથી તેને છોડી મૂકતા ડિપ્રેશનની સમસ્યા સર્જાય છે. હાલમાં ઈ-સિગારેટ પરંપરાગત સિગારેટના મુકાબલે સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરાઈ છે કારણ કે તેમાં તમાકુ વગર જ ધૂમ્રપાન કરવા જેવો અહેસાસ થાય છે.

ધૂમ્રપાન છોડવાનું સાધન

ધૂમ્રપાન કરનાર ઘણા લોકોનું કહેવું છે કે સિગારેટથી ઈ-સિગારેટ તરફ જવાથી શારીરિક આરોગ્ય પ્રાપ્ત કરવામાં સહાય મળી છે. ઈ-સિગારેટનું ધૂમ્રપાન કરવાનું ઘણું ચલણ છે. ૧ જૂનના રોજ થયેલ ડ્રગ કંસલ્ટેટિવ કમિટીની મિટિંગમાં તજજ્ઞોએ એ વાતની પુષ્ટિ કરી છે કે ઈ-સિગારેટ અને બીજા એવા ડિવાઇસ જે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ ૧૯૪૦ ના સેક્શન ૩ બી હેઠળ ડ્રગ માનવામાં આવશે. ઈ-સિગારેટમાં ઉપયોગમાં લેવાનાર ફ્લેવરિંગ લિક્વિડ હાર્ટને નુકસાન પહોંચાડી શકે છે. ઘણી વાર તમાકુથી થનાર નુકસાનથી બચવા માટે ઈ-સિગારેટને પસંદ કરે છે પરંતુ તેનાથી કેન્સર જ નહીં પણ હાર્ટએટેકનો પણ ખતરો રહેતો હોય છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં છપાયેલ જર્નલ અનુસાર ઈ-સિગારેટમાં રહેલા નિકોટીન અને બીજા કેમિકલો લોહીની નસોની કામ કરવાની ક્ષમતાને અસર પહોંચાડે છે.

 

ઈ-સિગારેટનો સરવે । આડઅસરના આંકડા

  • ઈ-સિગારેટ પીનાર યુવાનોમાં ૧૬ ટકા જ સિન્ડ્રોમ જોવા મળ્યું હતું.
  • મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ ૨૪ ટકા વધે છે.
  • લોહીમાં ફેટ (ચરબી)નું પ્રમાણ ઊંચું હોય અને ‘ગૂડ’કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય
  • બ્લડ પ્રેશર હંમેશા ૧૪૦/૯૦ mmHg કે તેથી વધુ હોય
  • બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવાની અક્ષમતા.
  • બ્લડ ક્લોટ્સ કે ઇન્ફ્લેમેશન (દાહ) વિકસે એવું વધુ જોખમ હોય
  • મેટાબોલિક સિન્ડ્રોમ પાછળ કસરતનો અભાવ કે શારીરિક કાર્યનો અભાવ કે ઓછા પોષક આહારને જવાબદાર ગણી શકાય.
  • માંદગી અટકતી ન હોય અને વજન ગુમાવવાનું અટકે નહીં તો નિયમિત કસરત કરો, આરોગ્યપ્રદ આહાર લો અને ધૂમ્રપાન તેમજ શરાબ સેવન બંધ કરો.

ઈ-સિગારેટનો ઉપયોગ ધૂમ્રપાન જેટલો જ ઝેરી અને ખતરનાક

વિશેષજ્ઞોનું કહેવું છે કે ઈ-સિગારેટ સામાન્ય સિગારેટ જેવી જ ઝેરી અને ખતરનાક હોય છે. ઈ-સિગારેટ નિકોટીન આપવાનો એક આકર્ષક ઉપાય છે. તે ઓછા નુકસાન પહોંચાડનાર પદાર્થ તરીકે જણાવાય છે પરંતુ સચ્ચાઈથી ઘણી અલગ છે. ઈ-સિગારેટ ૯૫ ટકા સલામત હોવાનું કહેવાય છે પણ હકીકત જુદી છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના એક રિપોર્ટમાં કહેવાયું કે દર વર્ષે લગભગ ૨૦ હજાર લોકો ઈ-સિગારેટ દ્વારા ધૂમ્રપાન છોડી રહ્યાં છે.

સુગંધી કેમિકલથી કેન્સરનો ખતરો

ઈ-સિગારેટમાં નિકોટીનની ઉપરાંત ખુશબોદાર કેમિકલ હોય છે. તે ગરમ થઈને શ્વાસની સાથે ફેફસાંમાં જાય છે અને ફેફસાંના કેન્સરનો ખતરો સર્જાતો હોય છે. ગર્ભવતી મહિલાઓ માટે વેપિંગ ઘણું ખતરનાક છે તેનાથી તેમના ગર્ભસ્થ શિશુ પર વિપરીત અસર પડે છે.

શરીરમાં જતા ધીમાં ઝેર સમાન

ઈ-સિગારેટથી થતા નુકસાનના ૪૫૦ કેસોએ સાબિત કરી દીધું છે કે તેનાથી ફેફસાં અને હાર્ટને અસર પહોંચે છે. ઈ-સિગારેટ શરીરમાં જતા ધીમા ઝેર સમાન છે. વૈજ્ઞાનિકો, સંશોધકોએ તેને ટાળવાની સલાહ આપી છે. અમેરિકાના નોર્થ કેરોલિના વિશ્વવિદ્યાલ્યના ફિલિપ ક્લેપે કહ્યું કે અમારા આંકડા પરથી જાણકારી મળી છે કે સિગારેટના ધુમાડામાં રહેલા ઝેરી એલ્ડિહાઈડની જેમ ઈ-સિગારેટમાં પણ સિન્નામેલ્ડિહાઇડ નામનું કેમિકલ હોય છે જે કોષોને ઘણું નુકસાન પહોંચાડે છે. તેનાથી શ્વાસની બીમારીઓ વકરી શકે છે. અમેરિકાના યુવાનોમાં તો ઈ-સિગારેટનો વ્યાપ મહામારીની જેમ ફેલાયો છે.

૭૭૦૦ ફ્લેવરવાળી ઈ-સિગારેટ

દુનિયાભરમાં ઈ-સિગારેટની ૭૭૦૦ ફ્લેવર મળી રહે છે. આ ડિવાઇસ તમાકુને સળગાવતું નથી પણ લિક્વિડ નિકોટીન સોલ્યુશનથી ધુમાડો ઉડાવનાર હિટિંગ ડિવાઇસનો ઉપયોગ કરે છે. એકલા ભારતમાં ૪૬૦ બ્રાન્ડ ઉપલબ્ધ છે જેમાં ૭૭૦૦ કરતા પણ વધારે ફ્લેવરની ઈ- સિગારેટ મળે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: