કેન્દ્રની મોદી સરકારે કેબિનેટની બેઠકમાં બે મોટા ફેંસલા લીધા હતા. સરકારે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાનો ફેંસલો લીધો છે. આ ઉપરાંત ઈ સિગરેટ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં થયેલી મીટિંગમાં આ બે નિર્ણય લેવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓને દિવાળી બોનસની જાહેરાત કરી હતી. બુધવારે મળેલી બેઠકમાં રેલવે કર્મચારીઓને 78 દિવસના વેતન જેટલું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી, તેનાથી 11 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો મળશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, પ્રથમ વખત સતત છઠ્ઠા વર્ષે રેલવે કર્મચારીઓને બોનસ આપવામાં આવી રહ્યું છે. બોનસ આપવાથી સરકારી તીજોરી પર 2024 કરોડ રૂપિયાનો બોજ પડશે.
પ્રેસ કોન્ફરન્સમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું, સરકારે ઈ સિગરેટ પર બેન મૂકી દીધો છે. ઈ સિગરેટના ઉપયોગ, ઉત્પાદન, વેચાણ પર બેન મુકી દેવામાં આવ્યો છે. સ્કૂલના બાળકોમાં તેનું ઝડપથી ચલણ વધી રહ્યું હતું. સૂચના મંત્રી જાવડેકરને જ્યારે પૂછવામાં આવ્યું સરકાર ઈ સિગરેટથી વધારે નુકસાનકારક સિગરેટ પર કેમ પ્રતિબંધ મૂકતી નથી? જેના જવાબમાં કહ્યું હજુ તેની લત નવી છે, તેથી સરકારે તેને શરૂઆતથી જ રોકવાનો ફેંસલો લીધો છે. સરકારે સ્પષ્ટતા કરી કે ઈ-હુક્કા પર પણ બેન લગાવ્યો છે. પ્રથમ વખત ગુના માટે આરોપીને 1 વર્ષની જેલ કે એક લાખ દંડ અથવા બંને થઈ શકે છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.