અમરેલીમાં પોલીસ દ્વારા હેલ્મેટધારકોનું સન્માન

રાજયભરમાં પોલીસતંત્ર દ્વારા ટ્રાફીકના નવા નિયમોનું પાલન કરવાનો પ્રારંભ કરાયો છે પણ અમરેલીમાં એસપીશ્રી નિર્લિપ્ત રાયે અનોખી પહેલ કરાવી છે. જેણે સરકારનો નવા નિયમ માટેનો ઉદેશ સમજી અને તેનું પાલન કર્યુ તેવા હેલમેટ પહેરીને નિકળેલા વાહનધારકોનું આઇપીએસ અધિકારી શ્રી પ્રેમસુખ ડેલુએ ગુલાબનું ફુલ આપી સન્માન કર્યુ હતુ. જેના કારણે નિયમનું પાલન કરનારા વાહનચાલકોને સુખદ આશ્ર્ચર્ય થયું હતુ.

એસપી શ્રી નિર્લિપ્ત રાયની કાયદા પ્રત્યેની કડક પાલનની કાર્યશૈલીને કારણે સોમવારે અમરેલી જિલ્લામાં હજારો લોકો દંડની બીકે બહાર નિકળ્યા હતા પણ રોજના ત્રણસો કમાવાવાળા પાંચસોનો દંડ કેવી રીતે ભરી શકશે ? તે સારી રીતે જાણતા એસપી શ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી પોલીસે નીયમની અમલવારી તો શરૂ કરાવી પણ હળવાશથી કરાવી છે અને સૌને પોલીસ એ સમજાવી રહી છે કે, આ સમજાવટ અને દંડ તેમનોજ જીવ બચાવવા માટે છે.

જો કે, સૌએ પોતાની જીંદગી બચાવવા નવા નિયમનું પાલન તો કરવાનું જ છે અને આજે અમરેલી જિલ્લાના તાલુકા મથકોએ એકસો એનસી નોંધી અને ૪૧૫૦૦નો દંડ કરાયો હતો અને છ અન્ય કેસો કરાયા હતા.

અમરેલીના રાજકમલ ચોકમાં એએસપીશ્રી પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપીશ્રી ઓઝા,ટ્રાફીકના શ્રી સાકરીયા તથા અમરેલી સીટીના ઇન્ચાર્જ પીઆઇ શ્રી મહેશ મોરી સહિતના પોલીસ સ્ટાફે પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે નિયમોનુંપાલન કરી નિકળનારા વાહન ચાલકોનું ગુલાબના ફુલ આપીે સન્માન કર્યુ હતુ. જયારે શ્રી મહેશ મોરીએ એકત્ર થયેલા લોકોને આ નિયમોનું પાલન થવાની તેમનો જ જીવ બચવાની હોવાની સમજ આપી હતી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: