અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કના તમામ કર્મચારીઓને ‘હેલ્‍મેટ’નું થશે વિતરણ

માનવ જીંદગી મહામુલી છે તેને અકાળે આથમતી જોઈ શકાય નહી, અકસ્‍માતો ટળે અને માનવ જીંદગી બચે તેવા પ્રયાસરૂપ નૂતન ટ્રાફિક કાયદાને સન્‍માન આપવા સહકારી ક્ષેત્ર દ્વારા સમગ્ર રાજયમાં પહેલ કરવામાં આવી છે. જેમા ગુજકોમાસોલ, અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણીએ જિલ્‍લા બેંકના કર્મચારીઓને હેલ્‍મેટ આપવાનો મહત્‍વપુર્ણ નિર્ણય જાહેર કરીને કાયદાના પાલન સાથે કર્મચારીઓની જીંદગીને સુરક્ષીત કરવાની કામગીરી હાથ ધરી છે.

સંઘાણીના વડપણ તળે અમરેલી જિલ્‍લા બેંક લોકપયોગી અનેક યોજનાઓ અને પ્રવૃતિઓ કરીને સમગ્ર દેશમાં ઓળખ ઉભી કરી ચુકી છે. જેમાં કિસાન ક્રેડીટ કાર્ડ ભૂમીકા ભુલી શકાય તેમ નથી. તેવા સમયે કાયદાના પાલન માટે બેંકકર્મીઓને હેલ્‍મેટ આપવાનો નિર્ણય અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, જિલ્‍લા સહકારી ખરીદ- વેંચાણ સંઘના ચેરમેન જયંતિભાઈ પાનસુરીયા, જિલ્‍લા સહકરી સંઘના ચેરમેન મનિષભાઈ સંઘાણી દ્વારા જિલ્‍લા બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના નિર્ણયને આવકારી ટીમ સહકાર આ નિર્ણયમાં જોડાયેલ છે. બેંકીગ ક્ષેત્રે અમરેલી જિલ્‍લા બેંક દ્વારા થયેલ આ પ્રકારનો નિર્ણય સમગ્ર દેશમાં પ્રથમ અને પ્રેરક બની રહેશે. તેમ જિલ્‍લા બેંકના એમ.ડી. ચંદુભાઈ સંઘાણી, જનરલ મેનેજર બી.એસ.કોઠીયાની અખબારી યાદીમાં જણાવાયેલ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: