સુલતાનપુર શિક્ષક દંપતિની આ પુત્રીએ કઠોર પરિશ્રમ કરીને જી.પી.એસ.સી.ની પરીક્ષામા સિદ્ધિ મેળવી.

“સિદ્ધિ એનેજ વરે જે પરસેવે રેબઝેબ ન્હાય ” આ ઉક્તિ ને સુલતાનપુર ગામે રહેતી શિક્ષક દંપતિ ની પુત્રી એ ખરા અર્થ મા સાકાર કરી બતાવ્યું છે, તાજેતરમાંજ શ્રી રણછોડ ભાઇ હરજીભાઇ બોઘરા સિવિલ સર્વિસ કેન્દ્ર અમદાવાદ (નિકોલ )કેળવણી ધામ ખાતે તાલીમ લય રહેલા 32વિદ્યાર્થીઓ એ તારીખ 13સપ્ટેમ્બર 2019ના રોજ નાયબ મામલતદાર તેમજ નાયબ સેક્સન ઓફિસર ની જી. પી. એસ. સી. ની પરીક્ષા પાસ કરીને સરકાર મા જોડાયેલા છે તેમાં ગોંડલ તાલુકા ના સુલતાનપુર ગામની દિકરી રાધિકા બુહા નો સમાવેશ થાય છે, સુલતાનપુર શિક્ષક દંપતિ ની આ પુત્રી એ કઠોર પરિશ્રમ કરીને જી. પી. એસ. સી. ની પરીક્ષા મા સિદ્ધિ મેળવીને પોતાના પરિવાર તેમજ સુલતાનપુર ગામનું ગૌરવ વધાર્યું છે ને તેમને નાયબ મામલતદાર તરીકે ની પોસ્ટ મળી છે, મૂળ ગોંડલ ના નાના સખપુર ના વતની ને છેલ્લા 32 વર્ષ થી સુલતાનપુર મા સ્થાયી થયેલા બાબુભાઇ બુહા (શિક્ષક -માદયમિક શાળા સુલતાનપુર )તેમજ વસંતબેન બુહા (શિક્ષિકા -કન્યાશાળા સુલતાનપુર )ની લાડલી દિકરી રાધિકા બુહા એ જી. પી. એસ. સી. ની પરીક્ષા મા અસામાન્ય સિદ્ધિ મેળવી છે.

શિક્ષક દંપતિ ની આ પુત્રી નાનપણ થીજ અભ્યાસ મા તેજસ્વી રહી છે, સામાન્ય ખેડૂત પરિવાર હોવાથી અનેક અભાવો વચ્ચે પણ રાધિકા એ પોતાનું શિક્ષણ મા ધ્યાન કેન્દ્રિત કરીને સફળતા મેળવવા સતત પુરુષાર્થ કરતી રહી હતી, અને તેમના પરિવારે પણ પોતાની આ વ્હાલસોયી દિકરી ભણી ગણી ને સમાજ મા મોભાદાર સ્થાન મેળવે તે માટે પુત્રી ને શિક્ષણ માટે પૂરતો તમામ સહયોગ આપ્યો હતો, પરિવાર તરફ થી મળતી સતત હૂંફ અને યોગ્ય સહકાર તેમજ બનતી તમામ મદદ તથા પોતાના અથાગ પુરુષાર્થ થી તે ઉચ્ચ શૈક્ષણીક કારકિર્દી ઘડવામાં સફળ રહી છે, રાધિકા બુહા ની આ સફળતા માટે સુલતાનપુર કન્યાશાળા તેમજ સુલતાનપુર ગામ ગૌરવ ની લાગણી અનુભવે છે, રાધિકા બુહા ની આ સફળતા મળતા બુહા પરિવાર મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: