વરિયાળી (Foeniculum vulgare)ને મસાલાઓની રાણી તરીકે જાણીતી શા માટે છે ?? જાણીએ

વરિયાળી એ એક વનસ્પતિ છે. જેનાં બીજ આહારમાં મુખવાસ અને મસાલા તરીકે વપરાય છે. વરિયાળીનું લેટિન વૈજ્ઞાનિક નામ ફેનિક્યુલમ વલગેર (Foeniculum vulgare) છે. વરિયાળીને મસાલાઓની રાણી કહેવામાં આવે છે. વરિયાળીના દાણા બે પ્રકારના હોય છે નાના અને મોટા. બંને સુંગધીદાર હોય છે. વરિયાળીનો ઉપયોગ અથાણાં અને શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત ઔષધિ તરીકે પણ વરિયાળીનું ખૂબ મહત્વ છે. આયુર્વેદ મુજબ વરિયાળી ત્રિદોષ નાશક હોવાની સાથે બુદ્ધિવર્ધક અને રુચિવર્ધક પણ છે. વરિયાળીમાં એવા ઘણા ગુણ છે જે અનેક બીમારીઓનો નાશ કરે છે.

પાચનશક્તિ સારી બનાવે.100gm વરિયાળીને શેકીને વાટી લો. વાટેલી વરિયાળીમાં દળેલી ખાંડ મિક્સ કરી લો. જમ્યા પછી દરરોજ સવાર-સાંજ ૨ ચમચી પાણી સાથે આ મિશ્રણનું સેવન કરવાથી પાચનશક્તિ સારી રહે છે. ઈચ્છો તો એક કપ પાણીમાં અડધી ચમચી વરિયાળીનો પાઉડર અને પાંચ મોટી ઈલાયચી નાખીને ઉકાળી લો. પાણી અડધું થઈ જાય એટલે ગાળી લો અને તેમાં દૂધ ઉમેરીને ગરમ કરો. આ દૂધનું સેવન બાળકોથી લઈ વડીલો સુધી બધા જ કરી શકે છે. આ ઉપાયથી પાચનશક્તિ સારી રહે છે અને પેટને પણ ફાયદો થાય છે.ઝાડાની તકલીફ દૂર થશે.પેટ ભારે લાગતું હોય તો લીંબુના રસમાં પલાળેલી વરિયાળી જમ્યા પછી ખાવાથી તકલીફ દૂર થાય છે.

આ ઉપરાંત ઘીમાં વરિયાળીને શેકી લો અને તેમાં થોડી ખાંડ ઉમેરો. આ ચૂર્ણને સવાર-સાંજ ખાવાથી ઝાડા મટી જાય છે. લોઢી (તવા) પર શેકેલી વરિયાળી ૨-૨ ચમચી દિવસમાં બે થી ત્રણ વાર ખાઓ. આનાથી પેટ સંબંધિત તકલીફો દૂર થશે.બાળકનું સ્વાસ્થ્ય જળવાશે.બાળકોને વરિયાળીનું ઉકાળેલું પાણી પીવડાવવાથી પાતળો ઝાડો થવાનું બંધ થશે. નાનાં બાળકોને વરિયાળી, વરિયાળીનો અર્ક અને વરિયાળીનું ઉકાળેલું પાણી આપવાથી નુકસાન થતું નથી. બાળકનું સ્વાસ્થ્ય સારું થાય છે. ગર્ભધારણમાં નહીં આવે સમસ્યા.જે મહિલાઓને ગર્ભધારણમાં સમસ્યા થતી હોય તેઓએ વરિયાળીનું પાંચ છ ગ્રામ ચૂર્ણ હીંગ સાથે ખાવું જોઈએ. આમ કરવાથી જ ત્રણ ચાર મહિનામાં મહિલા ગર્ભધારણ કરવાની યોગ્ય સ્થિતિ મેળવી શકશે. વરિયાળીનાં ચૂર્ણને ઘી સાથે પણ ખાઈ શકાય છે. આ સિવાય વરિયાળીના ચૂર્ણને ગુલકંદ સાથે ખાવાથી મિસકેરેજની ફરિયાદ દૂર થાય છે.

બાળકને દૂધ પીવડાવતી વખતે જે મહિલાઓને દૂધ ઓછું આવવાની સમસ્યા હોય તેમણે વરિયાળી, સફેદ જીરું, ખાંડને સપ્રમાણમાં લઈ ચૂર્ણ બનાવી લો. એક એક ચમચી પાણી કે દૂધ સાથે લેવાથી લાભ થશે. અનિદ્રાની સમસ્યા દૂર થશે.ઊંઘ ન આવવાનાં ઘણાં કારણો હોય છે. આ સ્થિતિમાં વરિયાળીના ઉકાળામાં દૂધ કે મધ ઉમેરીને પીવાથી ઊંઘ આવે છે. રાત્રે જમ્યા પછી અને ઊંઘતાં પહેલાં વરિયાળીની ચા પીવાથી ખાવાનું પચી જાય છે અને ઊંઘ સારી આવે છે.મોઢાના ચાંદા અને વાસ દૂર થશે.મોંમાં પડેલા ચાંદાથી પરેશાન હોવ તો પાણીમાં વરિયાળી ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેમાં ફટકડીનો નાનકડો ટુકડો ઉમેરો. આ પાણીથી દિવસમાં ૨-૩ વાર કોગળા કરવાથી ચાંદા દૂર થશે.

આ સિવાય શ્વાસની દુર્ગંધથી પરેશાન હોવ તો જમ્યા પછી થોડી વરિયાળી ખાઓ.આંખોનું તેજ વધશે.આંખે ચશ્માં આવી ગયાં હોય તો ૨૦ ગ્રામ વરિયાળીને ઝીણી ક્રશ કરીને તેમાં તેટલા જ પ્રમાણમાં ખાંડ ઉમેરીને રાત્રે ગાયના દૂધ સાથે લેવાથી આંખોનું તેજ વધે છે.શરદી-ખાંસી મટાડે.શરદી-ઉધરસ, ગળાની કર્કશતા દૂર કરવા માટે એક ચમચી વરિયાળી ખાઈને ધીમે-ધીમે ચૂસવાથી ગળાને આરામ મળશે. વરિયાળીના અર્કમાંથી બનાવેલું શરબત પીવાથી એસિડીટી મટે છે અને મરેલી ભૂખ જાગે છે. દરરોજ સાદું દૂધ પીવાની જગ્યાએ દૂધમાં અડધી ચમચી વરિયાળી નાંખીને પીવાથી ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ.હકીકતમાં દૂધ અને વરિયાળી બંનેમાં એવા ન્યૂટ્રીએન્ટ્સ હોય છે જે ઘણી બીમારીઓથી બચાવે છે. એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી વરિયાળી મિક્સ દૂધને ઉકાળો. એને ગળણીથી ગાળી નાંખો.

એનાથી વરિયાળીનો અર્ક દૂધમાં ઊતરી જશે.દૂધમાં કેલ્શિયમ હોવાથી હાડકાં મજબૂત થાય છે. સાંધાના દુખાવાથી બચાવે છે. એનાથી શરીરનું મેટાબોલિઝ્મ વધે છે જેનાથી વજન કંટ્રોલ રહે છે. મેદસ્વિતાથી બચી શકાય છે.આ ડ્રિંકમાં એન્ટી બેક્ટિરિયલ પ્રોપર્ટીઝ હોય છે. એનાથી પિમ્પલ્સ થતાં નથી અને મોઢાની ચમક વધે છે.એમાં આયરન હોય છે. જેથી લોહીની ખામીથી બચાવે છે. આ દૂધમાં એસ્પાર્ટિક એસિડ હોય છે. એનાથી કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે. પાચન સારું રહે છે.એમાં ફ્લેવોનોઇડ્સ હોય છે એનાથી આંખો હેલ્ધી રહે છે.

આ મોતિયા જેવી આંખોની સમસ્યાથી બચાવે છે.એનાથી કોલેસ્ટ્રોલનું લેવન બેલેન્સ રહે છે. આ હૃદય રોગની બીમારીઓથી બચાવે છે.એનાથી બોડીના ટોક્સિસન્સ દૂર રહે છે. આ યુરિન ઇન્ફેક્શનથી બચાવે છે.આ ડ્રિંક્સમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. એનાથી બીપી કંટ્રોલ રહે છે. જમ્યા પછી નિયમિત વરિયાળીનું સેવન કરવાથી થશે આટલા ફાયદા

વરિયાળીનો ઉપયોગ ઘરમાં કરવામાં આવે છે અને તેની તાસીર ઠંડી હોય છે. વરિયાળીમાં કેલ્શ્યિમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા ખનિજ તત્વ રહેલા છે. તે સિવાય તેની સુગંધ પણ ખૂબ સારી હોય છે અને તાજગીનો અનુભવે કરાવે છે. પરંતુ જમ્યા બાદ તમને મુખવાસ તરીકે વરિયાળી આપવામાં આવે છે. સામાન્ય રીતે ભોજન બાદ વરિયાળી ખાવાની પસંદ કરે છે. આખરે પાચન માટે તે ફાયદાકારક હોય છે. જો તમે પણ વરિયાળી ખાવાનું પસંદ કરો છો.

૦ ભોજન કરીને ૩૦ મિનિટ બાદ રોજ વરિયાળી ખાવાથી કોલેસ્ટ્રોલ કાબૂમાં રહે છે.

૦ પાંચ-છ ગ્રામ વરિયાળી ખાવાથી લિવર અને આંખોની દૃષ્ટિ સારી રહે છે. અપચા સંબંધી સમસ્યામાં વરિયાળી ઉપયોગી છે.

૦ ઘણા લોકોને ભોજન બાદ અપચાની સમસ્યા રહે છે. જેથી તેલ વગર તવા પર શેકેલી વરિયાળીથી અપચાની સમસ્યાથી રાહત મળે છે અને લાભ થાય છે.

૦ બે કપ પાણીમાં વરિયાળી ઉમેરીને ઉકાળી લો અને તેને પીવાથી કફ તેમજ અપચાની સમસ્યાથી રાહત મળે છે.

૦ આજકાલ લોકો અસ્થમાની સમસ્યાથી પીડાતા હોય છે અને તે સિવાય વાતાવરણ બદલાવવાના કારણે ઉધરસ થવા પર પણ વરિયાળી ખૂબ ફાયદાકારક છે.

૦ કેટલીક વખત ઘણી મહિલાઓને પીરિયડ્સને લગતી સમસ્યા હોય છે. તો ગોળની સાથે વરિયાળી ખાવાથી પીરિયડ્સ નિયમિત રીતે આવે છે.

૦ વરિયાળીના પાઉડરને ખાંડ સાથે બરાબર પ્રમાણમાં મિક્સ કરીને સેવન કરવાથી પગ અને હાથમાં થતી બળતરા દૂર કરી શકે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: