પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધવાની શક્યતાઓ

સાઉદી અરબમાં ક્રૂડ ઓઈલ કંપની અરામકોના બે પ્લાન્ટમાં ડ્રોન હુમલા બાદ સાઉદી અરબ ક્રૂડ ઓઈલનો પુરવઠો ઝડપથી પુન: શરૂ કરવામાં નિષ્ફળ જશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ પાંચથી 10 ડોલરનો ઉછાળો થવાની સંભાવના છે. સાઉદી અરબ વહેલી તકે ક્રૂડનો પૂરવઠો શરૂ નહીં કરી શકે તો ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની ઊંચાઈને પણ સ્પર્શી શકે છે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

સાઉદી અરબના ઓઈલ ઉદ્યોગના હાર્દ સમા બે ઉત્પાદન એકમો પર શનિવારે ડ્રોનથી થયેલા હુમલાને પગલે સાઉદી ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં અડધાથી વધુ અથવા વૈશ્વિક ઉત્પાદનના પાંચ ટકા જેટલો કાપ મૂકાવાની આશંકા સેવાઈ રહી છે. સાઉદી અરામકો પર ડ્રોન હુમલાથી વિશ્વમાં ત્રીજા ક્રમના સૌથી મોટા આયાતકાર દેશ ભારતમાં સરકારની ચિંતા વધી ગઈ છે.

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને આંતરરાષ્ટ્રીય કિંમતો સાથે સાંકળવામાં આવ્યા હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઊછાળાની સીધી અસર ભારત પર પડશે.

ભારત સરકારના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, આ એક અસાધારણ પરિસ્થિતિ છે. અમે તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. સાઉદી અરબ ભારત માટે ક્રૂડ ઓઈલની આયાતનો મહત્વનો સ્રોત છે. તે ભારતમાં ક્રૂડ અને રાંધણ ગેસનું બીજું સૌથી મોટો સપ્લાયર છે.

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં કોઈપણ ઉછાળાની અસર ભારતની ક્રૂડની આયાતના બિલ અને વેપાર ખાધ પર પડી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રત્યેક ડોલરના વધારાથી ભારતા આયાત બિલ પર વાર્ષિક ધોરણે રૂ. 10,700 કરોડની અસર થઈ શકે છે. વર્ષ 2018-19માં ભારતનું ક્રૂડ ઓઈલનું ઈમ્પોર્ટ બિલ 111.9 અબજ ડોલર હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: