મોરબીના ઘુંટુ ગામની ખેડૂત પુત્રી નાયબ મામલતદાર બની

સિદ્ધિ એને જ વરે જે પરસેવે રેબઝેબ ન્હાય આ ઉક્તિને મોરબીના ઘુંટુ ગામે રહેતી ખેડૂત પુત્રીએ ખરાઅર્થમાં સાકાર કરી બતાવી છે.સામાન્ય પરિવારની આ પુત્રીએ કઠોર પરિશ્રમ કરીને જીપીએસસીની પરીક્ષામાં સિદ્ધિ મેળવીને પોતાના પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.હાલ તેમને નાયબ મામલતદાર તરીકેની પોસ્ટ મળી છે.

મોરબીના ઘુંટુ ગામે રહેતા સામાન્ય ખેડૂત પરિવારની પુત્રી પાયલબેન વસંતભાઈ સોરીયાએ જીપીએસસીની પરીક્ષામાં અસામાન્ય સિદ્ધિ મેળવી છે.ખેડૂત પરિવારની આ પુત્રી નાનપણથી અભ્યાસમાં તેજસ્વી રહી છે.સામાન્ય પરિવાર હોવાથી અનેક અભાવો વચ્ચે પણ પાયલબેને શિક્ષણમાં પોતાનું લક્ષય કેન્ટ્રીત કરીને સફળતા મેળવવા સતત પુરૂસાર્થ કરતી રહી હતી અને તેમના પરિવારે પણ પોતાની આ વ્હાલસોયી દીકરી ભણી ગણીને સમાજમાં મોભાદાર સ્થાન મેળવે તે માટે પુત્રીને શિક્ષણ માટે પૂરતો તમામ સહયોગ આપ્યો હતો.પરિવાર તરફથી મળતી સતત હૂંફ અને યોગ્ય સહકાર તેમજ બનતી તમામ મદદ તથા પોતાના અથાક પુરૂસાર્થથી તેઓ ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધડવવામાં સફળ રહ્યા છે.

પાયલબેન એમ કોમ થયા બાદ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવાની મહેચ્છા હોવાથી તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ખંતપૂર્વક મહેનત કરીને યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હતા.તેમાં સફળતા મળતા આ ખેડૂત પરિવારમાં ખુશીની કોઈ સીમા રહી ન હતી.પાયલબેનને હાલ નાયબ મામલતદાર તરીકેની પોસ્ટ મળી છે.તેમણે કઠોર પરિશ્રમ કરીને આ સિદ્ધિ મેળવીને પોતાના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: