હવેથી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂર નથી, જાણો શા માટે ??

મિત્રો, આપણે જયારે પણ વાહન લઈને ક્યાંક જઈએ છીએ તો આપણે આપણી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે ડ્રાઈવિંગ લાઇસન્સ, પીયુસી, આરસી બુક વગેરે. પણ ઘણી વાર એવું થાય છે કે, આપણે જલ્દી જલ્દીમાં કારમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય દસ્તાવેજો રાખવાનું ભૂલી જઇએ છીએ. અને પછી પોલીસ મેમો ફાડે છે.

પણ હવે તમારે આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તેના માટે એક સારો વિકલ્પ આવી ગયો છે, અને એ છે mParivahan નામની મોબાઈલ એપ્લીકેશન. આ એક એવી એપ્લિકેશન છે, જેમાં આવા બધા દસ્તાવેજોને ડાઉનલોડ કરીને સેવ કરી શકાય છે. અને આ એપ દ્વારા દસ્તાવેજોનું ડિજિટલ સ્વરૂપ રાખવું સંપૂર્ણપણે સરકાર માન્ય છે. અને જો તમે એન્ડ્રોઇડ અથવા આઈ-ઓએસ વપરાશકર્તા છો, તો પણ બંને પ્લેટફોર્મ્સ પર આ એપ ઉપલબ્ધ છે.

તમે પણ આ એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દો. આથી જો તમને ટ્રાફિક પોલીસ રોકે તો સ્માર્ટફોન પર ડ્રાઈવિંગ લાયસન્સ અને RTO સર્ટિફિકેટ જેવા ડોક્યૂમેન્ટસ આ એપ દ્વારા તમે એમને બતાવી શકો છો. આ એપ્લિકેશનની મદદથી વર્ચુઅલ ડ્રાઈવિંગ લાયસન્સ ડાઉનલોડ કરવા માટે તમારી પાસે ગાડીનો રજીસ્ટ્રેશન નંબર અને ઓરીજીનલ ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. સાથે જ એના માટે તમારે તમારી જન્મતારીખ પણ નાખવી પડી શકે છે.

આ સ્ટેપ ફોલો કરીને તમે એપ્લિકેશન વાપરી શકો છો :

એન્ડ્રોઇડ ફોન યુઝર ગુગલ પ્લે સ્ટોર અને આઈ-ઓએસ યુઝર એપ સ્ટોરમાં જઈને mparivahaan નામની એપ્લિકેશન પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરો.

વર્ચ્યુઅલ આરસી ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઈલમાં mparivahaan એપ્લિકેશન ખોલો.

એમાં તમને જમણી તરફ ઉપરના ખૂણામાં બનાવેલી ત્રણ લાઇન્સ દેખાશે એની પર ટેપ કરો.

ત્યારબાદ એમાં સાઇન ઇન વિકલ્પને ટેપ કરો અને તમારો મોબાઇલ નંબર અને તેના પરના SMS થી ચકાસણી કોડ દાખલ કરો.

ત્યારબાદ એપ્લિકેશનની હોમ સ્ક્રીન પર જઈને આરસી પર ટેપ કરો.

પછી એમાં કારનો નંબર દાખલ કરો અને સર્ચ કરો.

એપ્લિકેશન નોંધણી નંબર આપોઆપ માહિતી મેળવે છે.

પછી Add to dashboard પર ટેપ કરીને આરસી બુક એડ કરી શકો છો.

થઈ ગઈ તમારી ડીજીટલ આરસી બુક ડાઉનલોડ.

આ રીતે તમે મોબાઈલમાં તમારા જરૂરી ડોક્યુમેન્ટ સેવ કરી શકો છો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: