નકલી વીમા કંપનીઓ ઓછા પ્રીમિયમમાં વીમો આપીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે.

યુટિલિટી ડેસ્કઃ નવા મોટર વહીકલ એક્ટ અંતર્ગત તમામ વ્હીકલ માલિકો માટે વાહનનો વીમો હોવો અનિવાર્ય છે. આ એક્ટ અંતર્ગત કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સને મહત્ત્વ આપવામાં આવ્યું છે. વાહનનો ઈન્શ્યોરન્સ લેવું અનિવાર્ય થતાં નકલી ઇન્શ્યોરન્સ કંપનીથી બચીને રહેવું આવશ્યક છે.

વાહનના વીમાની પ્રક્રિયા થર્ડ પાર્ટી આધારિત હોય છે. તેનાથી ખોટી ધારણા અને જાણકારીઓના અભાવને કારણે ગ્રાહકો છેતરપિંડીનો શિકાર બને છે.

નવા નિયમ મુજબ દ્વિચક્રીય વાહન માલિકે 5 વર્ષનો થર્ડ પાર્ટી વીમો કરાવવો જરૂરી છે. ખાનગી કાર માલિકોએ 3 વર્ષનો વીમો અને ઓન-ડેમેજ પોલિસી કરાવવી આવશ્યક છે.

વાહન વીમાના પ્રીમિયમના સ્લેબમાં વધારો આવ્યો છે. નકલી વીમા કંપનીઓ ઓછા પ્રીમિયમમાં વીમો આપીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે. દેશભરમાં આવી છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક કેરળ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ તેલંગાણાના કેટલાક શહેરોમાં FIR પણ નોંધાઈ છે.

નકલી કંપનીથી સાવચેત રહેવા માટેના મુદ્દાઓ

વીમા કંપનીનો સંપર્ક કરો
વીમો લેવા માટે કંપની સાથે સીધો સંપર્ક કરવો કરીને ઇન્શ્યોરન્સ પોલિસીની જાણકારીને વેરિફાય કરવી જોઈએ. વીમા કંપનીને કોલ કરીને અથવા ઈ-મેઈલ કરીને ઇન્શ્યોરન્સ પોલિસી વેરિફાય કરી શકાય છે.

પ્રીમિયમની રીસિપ્ટ
વીમા કંપનીના તમામ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની પાક્કી રીસિપ્ટ માગવી જોઈએ. તે માન્ય પુરાવો ગણાય છે.

QR કોડ
QR કોડ વીમા પોલિસીની પ્રામાણિકતા વેરિફાય કરવામાં મદદ કરે છે. સ્માર્ટફોનમાં QR કોડ સ્કેનરની મદદથી સરળતાથી વેરિફાય કરી શકાય છે.

વીમા પોલિસી સમજો
વાહનનો વીમો લેતી વખતે તેને સમજવો આવશ્યક હોય છે. યોગ્ય સમય ફાળવીને તેના ક્રેડેંશિયલ્સની તપાસ અને પોલિસીના કવરેજનું વિવરણ સમજી લેવું અનિવાર્ય છે.

વીમાની ખરીદી કંપની પાસેથી જ કરો
વીમો ખરીદવા માટે કંપની અથવા કંપનીની માન્યતાપ્રાપ્ત એજન્ટ્સ પાસેથી પોલિસી ખરીદવાથી નકલી વીમા કંપનીથી બચી શકાય છે.

પેમેન્ટ મોડ
વીમા પ્રીમિયમની ચૂકવણી ઓનલાઇન અથવા ક્રેડિટ કાર્ડના માધ્યમથી કરવી જોઈએ. તેનાથી પ્રીમિયમ કંપની પાસે જ જમા થાય છે તે સુનિશ્ચિત કરી શકાય છે. અકસ્માત થયા પછી પોલિસીનો લાભ ઉઠાવવા માટે પોલિસીમાં આપવામાં આવેલાં સૂચનોને સમજી તેનું પાલન કરવું જોઈએ. વીમો લેવા માટે કરવામાં આવતી ચૂકવણીની રકમ અકસ્માત થયા બાદ નાની બની જાય છે, અકસ્માત થયા બાદ વાહન રિપેર માટેના ખર્ચાની ચૂકવણી વીમા કંપની કરે છે.

સ્ત્રોત : દિવ્ય ભાસ્કર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: