સિંગલ યુઝ પ્લાસ્ટિક ત્યાગવું પડશે

વિશ્વભરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બહુ વધી ચૂક્યો છે. દર વર્ષે એટલું પ્લાસ્ટિક ફેંકવામાં આવે છે કે તેનાથી આખી પૃથ્વીને ચાર વખત આંટો વાગી શકે. અબજો ક્વિંટલ તળાવો, સરોવરો અને સમુદ્રોમાં પડેલું છે. સૌથી વધારે અને ખતરનાક છે સિંગલ યુઝ પ્લાસ્ટિક. એવું ઉત્પાદન જેને આપણે ફક્ત એક વાર પ્રયોગ કરીએ છીએ પછી ફેંકી દઈએ છીએ. પ્લાસ્ટિકની ૫૦ ટકા વસ્તુઓ એવી જ છે. એ જ માનવ સભ્યતા માટે પરેશાની બની ગઈ છે. જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને કારણે બગડતું પર્યાવરણ દુનિયા માટે સૌથી મોટી ચિંતા છે. એવામાં પ્લાસ્ટિકથી પેદા થનારા પ્રદૂષણને રોકવા અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ મોટી સમસ્યા બનીને ઊભરી છે. કેટલાય લાખ ટન પ્લાસ્ટિક દર વર્ષે ઉત્પાદન થઈ રહ્યું છે, જે બાયોડિગ્રેડેબલ નથી. એ ન તો પાણીમાં ઓગળે છે અને ન માટીમાં ઓગળે છે.

સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ફક્ત ૧૩મો હિસ્સો એટલે કે લગભગ ૭.૫ ટકાને જ રિસાયકલ થઈ શકે છે. બાકી પ્લાસ્ટિક માટીમાં દફન થઈ જાય છે, જે પાણીની સહાયતાથી સમુદ્રમાં પહોંચે છે. પ્લાસ્ટિક બેગ્સ બનાવવાાં જાયલેન, ઇથિલેન ઓક્સાઇડ અને બેન્ઝિન જેવા કેમિકલ્સનો ઉપયોગ થાય છે. આ કેમિકલ્સથી માણસો, પશુઓ સહિત ધરતીના દરેક જીવમાં ઘણી બીમારીઓ હોય છે. ફક્ત એટલું જ નહીં પ્લાસ્ટિકને બાળવા અને ફેંકવાથી ઝેરી કેમિકલ્સનું ઉત્સર્જન થાય છે. જે શ્વાસ લેવા પર શરીરમાં પ્રવેશ કરીને શ્વસન પ્રક્રિયા પર પ્રતિકૂળ પ્રભાવ પાડે છે. તેને જમીનમાં ફેંકવામાં આવે કે દાબી દેવામાં આવે કે પાણીમાં ફેંકી દેવામાં આવે, તેના હાનિકારક પ્રભાવ ઓછા નથી થતા. એવાં રસાયણ પાણી અને ખાદ્ય સામગ્રીઓના માધ્યમથી આપણા શરીરમાં પહોંચે છે અને ગંભીર નુક્સાન પહોંચાડે છે.

પ્લાસ્ટિકના આ જ દુષ્પ્રભાવોને જોતાં હવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી પ્લાસ્ટિક વિરુદ્ઘ અભિયાન છેડવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લાથી પોતાના સંબોધનમાં દેશવાસીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી હતી. બુધવારે મથુરામાં તેમને સ્વચ્છતા જ સેવા અભિયાનની શરૂઆત કરતાં કહ્યું કે નદીઓ, સરોવરો અને તળાવમાં રહેનારા પ્રાણીઓનું પ્લાસ્ટિક ગળી ગયા બાદ જીવતા બચવું મુશ્કેલ થઈ જાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકથી છૂટકારો મેળવવો જ પડશે. આપણે એ કોશિશ કરી છે કે પોતાના ઘર, ઓફિસ, કાર્યક્ષેત્રને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરે. વડાપ્રધાને ૨૦૨૨ સુધી ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી ફ્રી કરવાનું લ-ય રાખ્યું છે. બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતીના દિવસે દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન થવા જઈ રહ્યું છે.

આ તારીખથી સિંગલ યુઝ પ્લાસ્ટિકથી બનનારી પ્લાસ્ટિક બેગ, સ્ટ્રો, કપ્સ, પ્લેટ, બોટલ અને શીટ્સ બંધ થઈ જશે. આ બહુ જરૂરી પણ છે. વડાપ્રધાને દેશભરમાં કામ કરી રહેલ તમામ હેલ્થ ગ્રુપ, સિવિલ સોસાયટી, યુવા મંડળ, મહિલા મંડળ, ક્લબ, સ્કૂલ, કોલેજોથી પણ આ અભિયાનમાં સામેલ થવાનો આગ્રહ કર્યો છે. યાદ રહે આના પહેલાં ૨ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ વડાપ્રધાને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું, જે આખા દેશનું મિશન બની ગયું. તે અંતર્ગત દેશભરમાં ૭.૨૫ કરોડ શૌચાલય બનાવીને દેશ ખુલ્લામાં શૌચથી મુક્તિ અપાવી. ફક્ત એટલું જ નહીં, ૨૦૧૪માં દેશમાં સ્વચ્છતા કવરેજ ૩૮.૭૦થી વધીને ૨૦૧૮માં ૮૩.૭૧ થઈ ગઈ. આશા જ નહીં, પૂરતો વિશ્વાસ છે કે સ્વચ્છતા જ સેવા અભિયાનની સાથે પણ એવું જ થશે. આખો દેશ એકસૂત્ર થઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકને બંધ કરવામાં સહયોગ કરશે, કારણ કે પૃથ્વી પર જીવન માટે એવું કરવું જરૂરી છે.

– સરદાર ગુર્જરી

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: