લેઉવા પટેલ મહિલા મંડળ અને અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા જૂનાગઢમાં શહીદની પત્ની – પાંચ બહેનોને સિલાઈ મશીન આપી ગણેશ વંદના કરાઈ

લેઉવા પટેલ મહિલા મંડળ અને અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા જૂનાગઢમાં શહીદની પત્ની – પાંચ બહેનોને સિલાઈ મશીન આપી ગણેશ વંદના કરાઈ॰ ગણપતિના શણગાર અને વિવિધ લાડુ બનાવવાની સ્પર્ધા પણ યોજાઈ. જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી બની પગભર કરવા એ  જ  તહેવારોની સાચી ઉજવણી  છે.

હરસુખભાઈ  જી.વઘાસિયા અને પ્રિતિબેન બી .વઘાસિયા બીજાને મદદ કરી સાચા અર્થમાં ગણેશ મહોત્સવ ઉજવાયો – સાધનાબેન નિર્મળ જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના સહયોગથી અખિલ હિન્દ મહિલા પરિષદની જૂનાગઢ શાખા દ્વારા પાંચ જરૂરિયાતમંદ સર્વજ્ઞાતિય બહેનો અને એક શહીદની પત્નીને રોજગારીના માધ્યમ સમાન સિલાઈ મશીન અર્પણ કરીને અનોખી રીત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

જૂનાગઢના આગાખાન હોસ્ટેલ સામે આવેલા પુષ્પાબેન મહેતા  હોલ ખાતે કાર્યક્રમના પ્રારંભે આગેવાનોના હસ્તે દિપ પ્રાગટ્ય બાદ અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ સાધનાબેન નિર્મળે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળે આજે ઘણા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનીને સાચા અર્થમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરી છે .

સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓને તેમણે બિરદાવી હતી . લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રિતિબેન બી . વઘાસિયાએ જણાવ્યું હતું કે , કાયમી આવી રીતે જ બીજા લોકોને ઉપયોગી બનીને દરેક તહેવારો ઉજવવાની અમારી સંસ્થાની પરંપરા છે . દિવાળી , સાતમ – આઠમ , ૧૫મી ઓગષ્ટ , નવરાત્રિ , જન્માષ્ટમી વગેરે જેવા તહેવારોમાં દાતાઓના સહયોગથી સિલાઈ મશીન વિતરણના કાર્યક્રમો યોજવામાં આવે છે .

અત્યાર સુધીમાં અનેક બહેનો સિલાઈ મશીન થકી રોજગારી મેળવતી થઈ છે, તથા પરિવારને મદદરૂપ બની રહી છે. સમુહલગ્ન પ્રણેતા અને સમાજ સેવક હરસુખભાઈ વઘાસિયાએ કર્મને સૌથી મહાન ગણાવતા જણાવ્યું હતું કે , જીવનમાં કોઈપણ પ્રકારની સ્થાયી સફળતા માટે કર્મ અને પુરૂષાર્થ આવશ્યક છે . પુરૂષાર્થ વગર ક્યારેય સફળતા મળતી નથી . મેહનત દ્વારા કરવામાં આવતા અર્થ ઉપાર્જનથી ભાવિ પેઢી સંસ્કારી બને છે.

અમારા દરેક કાર્યોમાં હમેશા સહયોગ આપનાર દાતાઓ અને સેવા પ્રવૃત્તિમાં સાથ આપતા કાર્યકરોને તેમણે બિરદાવ્યા હતા. આજની યુવા પેઢી ફેશન અને વ્યસનથી દૂર રહી પરિવારના સંસ્કારો જળવે તેવી અપિલ તેમણે કરી હતી. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા , દાતાર સેવક બટુકબાપુ , કોર્પોરેટર ભાવનાબેન જીતુભાઈ હિરપરા , વજુભાઈ ધકાણ વગેરેએ હાજર રહીને કાર્યક્રમને બિરદાવી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી .

આ તકે યોજાયેલી ગણપતિ શણગાર અને વિવિધ લાડુ બનાવવાની સ્પર્ધામાં પૂર્વીબેન સાદરાણી , સરોજબેન ઠાકર , રશ્મિબેન વિઠ્ઠલાણી અર્ને અલ્કાબેન વૈદ્ય એ નિર્ણાયક તરીકે સેવા આપી વિજેતાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરિષદના મંત્રી ચંદનબેન રાવલ અને આભારવિધિ ભાવનાબેન વૈષ્ણવે કરી હતી .

કાર્યક્રમના અંતે પરિષદના સલાહકાર જાહન્વી બેન ઉપાધ્યાય તરફથી બધાને ફળાહાર પિરસવામાં આવ્યો હતો

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

 

Leave a Reply

%d bloggers like this: