સુરત : મોટા વરાછા માં દીકરી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંપૂર્ણ મફત મહિલા સ્વનિર્ભર તાલીમ સેન્ટર શરૂ થયું

સુરત શહેર મોટા વરાછા ખાતે દિકરી એજ્યુકેશન ટ્રસ્ટ મોટા વડાળા નિર્મિત બહેનો ને સ્વનિર્ભર કરવા હેતુ એક સેન્ટર ખોલવામાં આવ્યુ. જેમા બહેનો ને શિક્ષણ તેમજ બ્યૂટી પાર્લર ની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે. સાથે સાથે ભણતી દિકરીઓ નું ભવિષ્ય સ્કૂલ ફી ના અભાવે ન અટકે તે હેતુ આર્થિક રીતે નબળા પરિવાર ની દિકરીઓને શિક્ષણ ફી આપી સહાય કરવાનું કામ કરવામાં આવે છે.

કોઈપણ ગરીબ પરિવાર ની દિકરી ખાલી હાથે સાસરે ન જાય તેના માટે કરિયાવર પણ આપવામાં આવે છે. આ ટ્રસ્ટ મંડળ ના મુખ્ય ટ્રસ્ટી હિતેશ ભાઈ કોટડીયા , મનીષાબેન પટેલ, સી. બી. સોજિત્રા, મનસુખભાઈ બુસા, કમલેશભાઈ કોટડીયા, શોભનાબેન કાકડીયા,રેખાબેન પટેલ , તથા જે. કે. પટેલ દ્વારા બહેનો માટે તાલીમી સંસ્થા નું નિર્માણ કરવામાં આવ્યુ. જેમાં શોભનાબેન કાકડીયા આ સંસ્થા માં સેવાઓ આપશે તેમજ બહેનો ને હુન્નર આપી સ્વનિર્ભર કરવા પૂરતી તાલીમ આપશે.

સંસ્થા નો હેતુ છે કે કોઈપણ બહેન દિકરી પૈસા ના અભાવે ખોટા માર્ગે ન જાય તેમજ પોતાનું જીવન પણ સુરક્ષિત કરી શકે. આ ટ્રસ્ટ મંડળ દિકરી રથ દ્વારા દિકરીઓ તેમજ તેના વાલીઓને સારો સંદેશો આપે છે. આજ સુધી માં ચોવીસ તાલુકા ને છસો ઉપર ગામ માં આ રથ ફર્યો છે. તેની સાથે એકસો અગિયાર ગામડા માં એક થી પાંચ વરસ ની દિકરી ન હતી આ બતાવે છે કે છેલ્લા પાંચ વરસ માં દિકરી નો જન્મ નથી થયો. આ રથ માં માં ખોડીયાર ની મૂર્તિ સાથે એક પારણું પણ છે જેમા એક થી પાંચ વરસ ની દિકરી ને પારણે ઝૂલવવાંમાં આવે છે. સાથે ગાયો ની પણ સેવા ના સ્ત્રોતો પણ છે ગાયો માટે પણ ખેતરો માં ચારો વાવવાનું કામ આ ટ્રસ્ટ કરે છે.

આમ આજે મોટા વરાછા ખાતે તાલીમ આપી દિકરીઓને સ્વનિર્ભર કરવા માટે કાર્યો ચાલુ કરવામાં આવ્યા છે,આ પ્રસંગે સુરત શહેરના મૅયર ડૉ. જગદીશ પટેલ, વોર્ડ નંબર બે ના પ્રભારી વિનોદભાઇ ગજેરા, વોર્ડ નંબર ૨. ના સંરચના અધિકારી બાબુભાઈ જીરવાળા, વોર્ડ નંબર ૨. ના સહ સંરચના અધિકારી દક્ષાબેન આંબાલિયા, તેમજ વોર્ડ નંબર ૨. ના આગેવાનો ગૌરવ ઈટાલીયા, રાજુભાઈ ગૌદાણી, અનિલભાઈ પટોડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: