17 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે જળાશયો-નદી-ચેકડેમ ખાતે એક મહાઉત્સવ જેવો માહોલ – જાણો વિગતવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 69મો જન્મ દિવસ નર્મદે સર્વદેનાં નારા સાથે ધૂમધામથી ઉજવાશે. પીએમ મોદી આ દિવસે 69માં વર્ષથી 70માં વર્ષમાં પ્રવેશ કરશે. આ દિવસે ગુજરાતનાં તમામ નદી-જળાશયો, ડેમ, ડેકડેમને તેનાં અધિકતમ સ્તર સુધી લઈ જઈ મહાઉત્સવ મનાવવામાં આવશે. આ દિવસે સરદાર સરોવર ડેમની તેની એતિહાસિક હાઈએસ્ટ સપાટી સુધી લઈ જવાશે. આ અવસર પર કેવડિયા કોલોની ખાતે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાશે. એટલુંજ નહીં ગુજરાતનાં તમામ જિલ્લા, મહાનગરમાં નર્મદાની આરતી કરી વધામણાં કરવાનું આયોજન છે.

રાજ્યની જીવા દોરી સમાનમાં નર્મદાનાં વધામણાં અને આરતી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસનું ભવ્ય આયોજન છે. 17 સપ્ટેમ્બરે સવારે 10 કલાકથી દરેક નદી-જળાશયો ખાતે આ મહાઉત્સવ યોજાશે. નર્મદા ડેમના સંકલ્પને સિધ્ધિ સુધી પહોંચાડનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવા માટે મુખ્યમંત્રી વિજય રુપાણીની હાજરીમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપનાં જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓની એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાધાણી પણ હાજર રહ્યાં હતાં. બેઠકમાં તમામ જિલ્લા, તાલુકા સ્તરે નર્મદાની આરતી કરવાનું જણાવવામાં આવ્યું હતું. પવિત્ર મંત્રોચ્ચાર કરી માં નર્મદા ની આરતી કરવા તેમજ વિવિધ વર્ગ-સમાજના નાગરિકોની ઉપસ્થિતિમાં ઢોલ-નગારા-ત્રાંસા સાથે ભવ્ય ઉજવણી કરવામાં જણાવાયું હતું. ખાસ કરીને સવારે 10 કલાકે કેવડીયા સરદાર સરોવર ડેમ ખાતે મુખ્યમંત્રી વિજય રુપાણીની ઉપસ્થિતિમાં પ્રમુખ કાર્યક્રમ યોજાશે.

આ મામલે મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમ 188 મીટરની મહત્તમ સપાટીએ સંપૂર્ણ રીતે ભરાવા જઇ રહ્યો છે તે એક ઐતિહાસિક ઘટના છે. અને ડેમને તેની મહત્તમ સપાટીએ ભરાવા દેવો એ ગુજરાતનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યાના ૧૭માં દિવસે જ નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમના દરવાજા લગાવવાની મંજુરી આપી હતી. સરકારનું સુજલામ સુફલામ જળ સંચય અભિયાન આ વર્ષે મેઘમહેર વચ્ચે સફળ થયું છે. ગુજરાતનાં જળાશયો પાણીથી છલોછલ છે ત્યારે સરકાર વડાપ્રધાનનાં જન્મ દિવસ અને મેઘમહેર બંને ઉત્સવોને એક સાથે ઉજવશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: