આવતાં જતાં 2 ક્લિક- રૂરલ રેઇનકોટ-પ્રવીણસિંહ ખાંટ

અમે જ્યારે જંગલમાં જતા,ગોવાળ જતા,ડાંગર રોપીએ ત્યારે આ પ્રકારનો રેઇનકોટ વાપરતા.

રેઇનકોટની બીજી એક મસ્ત વાત
જંગલમાં હોઇએ અને વરસાદ આવે તો સાગનું મોટું પાન માથે રાખી દેતા.
જ્યારે આયોજન પૂર્વકની વાત હોય ત્યારે સાગના મોટા પાન ભેગા કરી,સાગની માપસરની ખાંપા વાળી લાકડી તૈયાર કરી
આ લાકડી પર ગોળ ફરતે સાગના પાન ખોસવામાં આવતા એમ કરીને સરસ મજાની, તાજી લીલી છતરી બનાવવામાં આવતી.
આવી છતરીઓ બહુ બનાવ્યાનું યાદ છે.અને આવી યાદ ફરીથી એ વિશ્વમાં લઈ જાય છે, ત્યારે એમ લાગે છે અસલ જીવન તો એ હતું.

ત્યારે જે છતરી આવતી એ કાપડની આવતી અને એય આખા ઘર વચ્ચે એકાદ હોય એટલે બધાને એ ના મળી શકે.નાના હતા ત્યારે નવી છતરીને ખોલવાનો વિસ્મય થતો.એમાંય છતરી ખોલીએ ને છતરી છેક ઠેસી ઉપર પહોચી જાય,ખુલી જાય તો મોટું પરાક્રમ ગણાતું.પણ ઘણીવાર અડધેથી છતરી ખુલ્યા વિના એક ઝપાટે પાછી આવતી ત્યારે બહુ ડર લાગતો.છતરી વાગતી હતી.જો ધોધમાર વરસાદ આવે તો આ કાપડની છતરી જમવા લાગતી.એને સીધી નહીં ત્રાંસી પકડવા પડતી જેથી પાણી નીચે વહી જાય અને છતરી ના જમે.ત્યારે કપડાં જ માત્ર થીંગડાં વાળા નહોતા આવી છતરીઓ પણ થીંગડાં વાળી હતી.ચોમાસાની શરૂઆતમાં છતરીરિપેરિંગ વાળો ગામમાં છત્રીના કાપડ,સળિયા,હેન્ડલ વગેરે લઇને આવતો અને લોકો જૂની છતરી રિપેર કરાવતા આમ ઘરમાં એક નવી છતરી વધતી.

એ છતરીની દુનિયા પણ ……….., ❤️

એ બાળપણ પણ ….., ❤️

અહીં Sudarshan Faakir નું જગજીત સિંગે ગાયેલું આ ગીત યાદ આવ્યા વિના ના રહે.

ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो
भले छीन लो, मुझसे मेरी जवानी
मगर मुझको लौटा दो बचपन का सावन
वो कागज़ की कश्ती, वो बारिश का

પ્રવીણસિંહ ખાંટ

રોટલો એ રોટલો રોટલાની વાત નાં થાય- પ્રવીણસિંહ ખાંટ

ગીતા એ જીવાતા જીવનનો ગ્રંથ છે.- પ્રવીણસિંહ ખાંટ

 અનાજ-પ્રકૃતિ પૂજા-સનાતન પ્રકૃતિની જય – પ્રવીણસિંહ ખાંટ  

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

One thought on “આવતાં જતાં 2 ક્લિક- રૂરલ રેઇનકોટ-પ્રવીણસિંહ ખાંટ

Leave a Reply

%d bloggers like this: