રોટલો એ રોટલો રોટલાની વાત નાં થાય- પ્રવીણસિંહ ખાંટ

આજનો જમાનો ફાસ્ટ ફૂડ,હોટલના ચટપટા રવાડે ચડ્યો છે ત્યારે અમુક લોકો ધીમે ધીમે ગ્રામ્ય ભોજન તરફ ફરીથી આકર્ષાયા છે.અમીર લોકો આવું ભોજન અદ્યતન હોટલોમાં લે છે અને ગ્રામ્ય ભોજનનો આનંદ લે છે.

હવે રિયલ ગામડાની વાત કરીએ તો શાક બદલાતું રહે પણ એમાં રોટલો તટસ્થ.રોટલાને શાક,દાળ,કઢી,દૂધ,છાશ,ઘી ગોળ,મરચું,ડુંગળી વગેરે સાથે ખવાય ને એમાંય કઢી અને રોટલાની મજા કંઈક જુદી હોય છે.રોટલાની વાત આવે એટલે આપણને ગામ યાદ આવે.રોટલાનું જોડાણ આપણે શહેર સાથે નથી કરતા ભલે આપણે શહેરમાં રોટલા ખાતા હોઇએ કે શહેરમાં રહેતા હોઇએ.કેમ કે એ ગ્રામ્ય ભોજન છે.

ગામડામાં રોટલા બનાવવામાં રોટલા કરવા,રોટલા ઘડવા,રોટલા થાપવા,રોટલા ટીપવા વગેરે કહેવાય છે.આ રોટલા અત્યારે તાસકમાં (પરત) લોટ મિક્સ કરી બનાવવામાં આવે છે પણ પહેલાના સમયમાં લાકડાની કથરોટમાં(તાસક જેવું) લોટ મિક્સ કરી રોટલા બનાવવામાં આવતા.અત્યારની સ્ત્રીઓ રોટલા બનાવવા માટે રોટલાના માપનું કાપેલું પસ્લાસ્ટીક વાપરે છે અને આડલી પર મૂકીને રોટલા બનાવે છે.ત્યારે સ્ત્રીઓ જે રોટલા બનાવતી તે માત્ર બે હાથથી બનાવતી કોઈ આધાર ન્હોતી રાખતી,રોટલો ક્યાંયથી તૂટવા ન્હોતી દેતી.રોટલો ગોળ પરફેક્ટ હોય,લોઢિના માપનો હોય,લોઢિમાં નાંખે તો પરફેક્ટ પડે,રોટલામાં ઘણી વાર હવા ભરાઈ જતી તેના માટે લોઢિમાં વચ્ચે નાનું કાણું પાડવામાં આવતું,જેથી કરીને રોટલામાં હવા ભરાય નહીં. ગામડામાં આ હવાને ‘શારી’ કહે છે.ગામડામાં રોટલા ઉતારવા છાબડી હોય છે.છાબડીમાં હવાની અવરજવર થવાથી રોટલા પર વરાળ વળતી નથી.

ઘણા લોકો રોટલા પર શાક લઇને જમતા હોય છે, એમ રોટલો ઘણીવાર થાળીની પણ ગરજ સારે છે.ઠંડો રોટલો હોય તો તેને અંગારામાં શેકીને/ગરમ કરીને ખવાય છે.રોટલો વધારે શેકાય જાય તો ‘રોટલો કકડો થઈ ગયો’ એમ કહેવાય.
ઠંડા રોટલાને ચોળીને માટીની ‘કૂલડી’માં દૂધ સાથે ઉકાળીની ખાવાની મજા કંઈક જુદી હોય છે.
જ્યારે ખેતરમાં ભાત લઈ જવાનું હોય ત્યારે રૂમાલમાં રોટલો એ ભાતનો આધાર બનતો હોય છે.

રોટલો એ રોટલો રોટલાની વાત નાં થાય ……,

પ્રવીણસિંહ ખાંટ

ગીતા એ જીવાતા જીવનનો ગ્રંથ છે.- પ્રવીણસિંહ ખાંટ

 અનાજ-પ્રકૃતિ પૂજા-સનાતન પ્રકૃતિની જય – પ્રવીણસિંહ ખાંટ  

ગગનથી ગટર સુધી …- પ્રવીણસિંહ ખાંટ

આવતાં જતાં 2 ક્લિક- રૂરલ રેઇનકોટ-પ્રવીણસિંહ ખાંટ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: