અનાજ-પ્રકૃતિ પૂજા-સનાતન પ્રકૃતિની જય – પ્રવીણસિંહ ખાંટ  

જ્યારે મકાઈના ડોડા શેકીને ખાવા જેવા થાય છે ત્યારે મકાઇના વધામણાં સ્વરુપ દેવ સ્થાનકે અથવા ગામછેડા દેવી સ્થાનકે એની પૂજા કરી,સ્થાનકે મકાઈના ડોડા ધરાવી મકાઈ ખાવા માટેની પરમિશન લેવામાં આવે છે એ પછી ડોડા ખાવાનું ચાલું કરાય છે.સૌ પ્રથમ આ ડોડા ભાણેજને ખવડાવવામાં આવે છે એ પછી ઘરના બીજા સભ્યો ખાય છે.આ એક રીતે અનાજની પૂજા છે.

જ્યારે પાક સૂકાય જાય ત્યારે પણ એ પાકને વાઢવાનું શરૂ કરતા પહેલા ખેતરના શેઢે દીવો કરવામાં આવે છે અને દાતારડુ ચલાવી સૌ પ્રથમ એક ‘કડપું’ ઊભો પાક વાઢવામાં આવે છે.પછી જ વાઢવાનું શરૂ થાય છે.

જ્યારે કાપેલો પાક ખળામાં આવી જાય એને મસળીને,કૂટીને,ઝૂડીને જેવા પ્રકારનો પાક એ પ્રકારે એમાંથી અનાજ છૂટું પાડવામાં આવે છે.અનાજ છૂટું પાડતી વેળા ‘પવન દેવ’નું સ્મરણ થાય પવન દેવ હાજર થાય છે.અને અનાજ ઉપણાય છે.

જ્યારે પાક અનાજ સ્વરૂપે ખળામાં ઢગલો થાય છે ત્યારે અનાજના ઢગલામાં દીવો કરી એને વધાવવામાં આવે છે. પછી જ અનાજ ઘરમાં અથવા કોઠીમાં નાખવામાં આવે છે.આને ‘ખળુ વધાવવું’ અથવા ‘ખળુ લેવું’ એમ કહેવામાં આવે છે.

મોદી સાહેબ તેમના ભાષણોમાં અવાર નવાર ઉલ્લેખ કરતા હોય છે કે ભારત પ્રકૃતિપૂજક દેશ છે.

વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ પ્રકૃતિ જતન, પ્રકૃતિપૂજાથી ઉદભવેલી છે.

આદિકાળનું આ ડહાપણ પરંપરાગત વારસામાં મળતું આવતું હોય છે.ઘણી સમસ્યાનો ઉકેલ પ્રકૃતિ પાસેથી મળે છે.

જો પ્રકૃતિ આપણને જાળવે છે તો આપણે પ્રકૃતિને જાળવવી જોઈએ

અમુક લોકો પ્રકૃતિવાદી તરીકે કામ કરતા હોય છે એમાં એક વાત સમજવા જેવી કે તેમને આ બધું જ્ઞાન થયા પછીની વાત છે જ્યારે અહિયાં એ વાત સદીઓથી જીવન સાથે જોડાઇ ગયેલી આવે છે.આ પરંપરાગત વારસામાં મળતું જ્ઞાન છે.

|| સનાતન પ્રકૃતિની જય ||

પ્રવીણસિંહ ખાંટ
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

2 thoughts on “ અનાજ-પ્રકૃતિ પૂજા-સનાતન પ્રકૃતિની જય – પ્રવીણસિંહ ખાંટ  

Leave a Reply

%d bloggers like this: