ગીતા એ જીવાતા જીવનનો ગ્રંથ છે.- પ્રવીણસિંહ ખાંટ

ગીતાનો એક શબ્દમાં અર્થ/સાર સમજવો હોય તો તે છે ‘ત્યાગી’

ગીતા શબ્દને સતત ચાર પાંચ વખત ગીતા ગીતા ગીતા ગીતા બોલવામાં આવે તો તેમાંથી એક અર્થ બ્હાર આવે છે અને તે છે ‘ત્યાગી’ જે માણસ આખી ગીતા વાંચી લે,અધ્યાય યાદ રાખી લે પણ તેને ગીતાનો અર્થ ‘ત્યાગ’ ના સમજાય ત્યાં સુધી બધું નકામું.

બીજું કે , ગીતા જ્યારે સમજવા બેસીએ ત્યારે એના ત્રણ યોગ વિષાદયોગ,વિરાટયોગ અને વિજયયોગ સમજો એટલે ઘણું બધું જીવન સમજાય જાય. અમુક અર્થ પંડિત બનીને નથી ઉકલતા પંડિત તો પોથી ભણી ભણીને પણ થઈ શકાય એનાથી ભક્તિ નથી ઉકલતી.

વર્ષો પહેલા લોકો ગીતાને જાણતા નહોતા ખાસ કરીને ગામડાઓમાં,એમની પાસે અક્ષર જ્ઞાન ન્હોતું પણ એમનામાં આજના કરતા અનેકઘણી ત્યાગભાવના જોવા મળે છે.એનો મતલબ એ લોકો આજ કરતા વધારે ધર્મની નજીક હતા.ઘણું બધું તો આપણને આપણી સંસ્કૃતિ શીખવાડી દે છે.

આજકાલ તો લોકોને ત્યાગ કશું કરવું નથી પણ મેળવવું બધું છે. ધર્મને ઓળખવો નથી પણ ધાર્મિક બનવું છે.સમજો કે એક પ્રકારનો પાખંડ

અહીં મને એક અનુભવ યાદ આવે છે. આઠ-નવ વર્ષ પહેલા એક અધિકારી એક કાર્યક્રમ આવ્યા હતા. એમણે ખૂબ સરસ પ્રાસંગિક વાતો કરી.તેઓ ધાર્મિક હતા.તેમના કપાળમાં તિલક,ગળામાં માળા શોભતી હતી.એમણે એટલી મસ્ત વાતો કરી કે,અમને મજા આવી અને મનોમન એમના પ્રત્યે આદરભાવ જાગ્યો.અમારે વહીવટી રીતે એમનું થોડું કામ પણ હતું. એમને વિશ્વાસ થયો કે મસ્ત સાહેબ છે,આપણી વાત સાંભળશે.કામ થઈ જશે.તેઓ જે દિવસે કાર્યક્રમમાં આવ્યા હતા એ જ દિવસે અમે એમની ઓફિસે મળવા ગયા.

અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમે આ કામે આવ્યા છીએ.એમણે એમને સાંભળવાની જગ્યાએ તિરસ્કૃત ભર્યા જવાબો આપ્યા.અમે અપમાન સહન કરી વીલા મોઢે પાછા ફર્યા.મને લાગ્યું મેં જે સવારમાં સાહેબ જોયા હતા તેમનામાં એક જ દિવસમાં આટલો મોટો ફેરફાર કેવી રીતે આવી શકે. આ વાત કહેવાનો મતલબ એટલો છે કે આજકાલ ખોટી ધાર્મિકતાનું મ્હોરું પહેરી જે લોકો ફરે છે એમને ઓળખવા અઘરા છે.આવા લોકો ધર્મને નીચો પાડે છે,લોકોની ધાર્મિક શ્રદ્ધા પર ઠેસ પહોચાડે છે.

પાછા ગીતા પર આવીએ.ગીતામાં મને બે મહાન શબ્દો ગમે છે તે છે ‘કર્મ’ અને ‘સ્થિતપ્રજ્ઞ’ બસ કર્મ કરવું અને સ્થિતપ્રજ્ઞ રહેવું.બીજી બધી ચિંતાઓ છોડીએ.બાકી આજકાલ લોકો તમારા મોઢા પર થૂકવા તૈયાર હોય છે અને આવા પાગલ લોકોની સંખ્યા મોટી છે.

ગીતા એ જીવાતા જીવનનો ગ્રંથ છે.

ધર્મો રક્ષતિ રક્ષિત:

પ્રવીણસિંહ ખાંટ
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

2 thoughts on “ગીતા એ જીવાતા જીવનનો ગ્રંથ છે.- પ્રવીણસિંહ ખાંટ

Leave a Reply

%d bloggers like this: