ગણેશ વિજર્સનની યાત્રા દરમ્યાન સુરતની દરેક ગણેશ પ્રતિમાનું લાઈવ લોકેશન પોલીસ મોબાઈલ પર જોઈ શકશે.

આ વર્ષે ગણેશ વિજર્સનની યાત્રા દરમ્યાન સુરતની દરેક ગણેશ પ્રતિમાનું લાઈવ લોકેશન પોલીસના તમામ અધિકારીઓ પોતાના મોબાઈલ પર જોઈ શકશે. સમગ્ર ગુજરાતમાં આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે. મહિધરપુરા પોલીસના ઇન્સ્પેક્ટર આર.એન.પટેલ અને તેમની ટીમે ચોકીદાર નામની એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશન ગણેશ વિસર્જન યાત્રા માટે પરમિટ માંગનારા દરેક આયોજકના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરાવવામાં આવી છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિત જાળવવા માટે આ એપ પોલીસને મદદરૂપ થશે. કેટલાક અસામાજીક તત્વો ઉપર પણ આ એપ્લીકેશનની મદદથી લાઈવ વોચ પોલીસ રાખી શકશે.

ગુરુવારે સવારે જ્યારે ગણેશ વિસર્જન યાત્રા શરૂ થશે ત્યારથી છેક સુધી શહેરની દરેક ગણેશ પ્રતિમાનું લોકેશન શહેર પોલીસના પીએસઆઇ થી માંડીને પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલ સુધીના અધિકારીઓ મોબાઈલ પર જોઈ શકશે.આમ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને લાઈવ માહિતી મળતી રહેશે.કોઈ એક વિસ્તારમાં જ્યારે મોટી સંખ્યામાં અલગ અલગ ગણેશ પ્રતિમાઓ ભેગી થઇ જાય ત્યારે પોલીસ વધુ ફોર્સ મોકલીને ત્યાનું ટ્રાફિક હળવું કરી શકશે. આ એપનાં માધ્યમથી અન્ય કોઈ સમસ્યા હોય તો તેનો પણ નિવેડો લાવી શકાશે.કેટલાક ગણેશ ભક્તો ઇરાદાપૂર્વક મોડી સાંજે યાત્રા શરૂ કરતા હોય છે અને રાત સુધી વિસર્જન યાત્રા પૂરી કરતા નથી. આવા ગણેશ ભક્તો ને પોલીસ તરત જ ઓળખી કાઢી વિસર્જન યાત્રા શરૂ કરાવી શકશે.

સાર્વજનિક ગણેશ ઉત્સવ દરમિયાન આયોજકોને વિસર્જન યાત્રા માટે ગણેશ ઉત્સવ સમિતિ મારફત પોલીસ પાસેથી વિસર્જન યાત્રાની પરમિટ લેવાની હોય છે. આ પરમીટ લેતી વખતે મુખ્ય આયોજક સાથેના ગણેશ ભક્તોનાં મોબાઈલ નંબર સહિતની માહિતી ફોર્મમાં ભરવાની હોય છે. પોલીસે આ ગણેશ ભક્તો પાસે ચોકીદાર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને ઇન્સ્ટોલ કરાવી છે. જેનાથી વિસર્જન યાત્રા શરૂ થયા બાદ યાત્રા નુ લાઈવ લોકેશન પોલીસ જાણી શકશે. આ અંગે મહિધરપુરાનાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.પટેલે જણાવ્યું કે આ એપ્લીકેશનની મદદથી ઘણા ફાયદા થશે.આ એપ્લિકેશન ગયા વર્ષે માત્ર એક પોલીસ મથક માટે ઉપયોગમાં લેવાઈ હતી પરંતુ તેનો પ્રયોગ એટલો સફળ રહ્યો કે આ વખતે ઇન્ચાર્જ પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલે શહેરના તમામ પોલીસ મથકોમાં આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે સુચના આપી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: