આગામી આ તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના

રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી તારીખ 18 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે.

મહત્વનું છે કે આ વર્ષે ગત ઓગસ્ટ મહિનાથી સમગ્ર રાજ્યમાં સારો વરસાદી માહોલ સર્જાયો છે. એક બે દિવસના વિરામ બાદ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ જાય છે. અત્યારની રાજ્યની વરસાદી પરિસ્થિતિ પર નજર નાખીએ તો રાજ્યમાં 100 ટકા કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે. આબોહવા તજજ્ઞોના જણાવ્યા મુજબ જો વરસાદ શરૂ રહ્યો તો રાજ્યમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયામાં અમદાવાદમાં સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને સુરતમાં આગામી અઠવાડિયામાં ભારે વરસાદ પડી શકે છે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં અને નર્મદા તથા ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે ગત દિવસોમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ સર્જાતા ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તલના પાકને આ અતિ વરસાદની વધુ અસર થઇ છે.આ દરમિયાન હવે આગામી 18 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ પડવાની શક્યતા વર્તતા ખેડૂતોના પાકને વધુ નુકસાન થવાની શક્યતા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: