વડોદરાની સયાજી હોસ્પિટલના બાળકોના આઈસીયુ વોર્ડમાં લાગી આગ

વડોદરાની સયાજી હોસ્પિટલના બાળકોના વોર્ડના આઈસીયુમાં આજે બપોરે અચાનક લાગેલી આગના પગલે નાસભાગ મચી ગઈ હતી.

આગ લાગવાની ઘટના બની ત્યારે લગભગ 25 જેટલા બાળકો સારવાર લઈ રહ્યા હતા. ધૂમાડાના ગોટેગોટા વચ્ચે તેમને સલામત સ્થળે ખસેડવામાં ભારે દોડધામ મચી ગઈ હતી.જેના હાથમાં જે બાળક આવ્યુ તે લઈને લોકો વોર્ડની બહાર નિકળવા માટે દોડ્યા હતા.

કેટલાક બાળકોને તો ઓક્સિજન પર રાખવામાં આવ્યા હોવાથી તેમને ઓક્સિજન સિલિન્ડરની સાથે બહાર કાઢવામાં આવ્યા હતા.જોકે હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગડેની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.એ પહેલા ફરજ પરના કેટલાક કર્મચારીઓએ ફાયર સિલિન્ડરની મદદથી વોર્ડમાં લાગેલી આગ બૂઝાવી હતી.

આગની ઘટનાના પગલે સયાજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સિસ્ટમની અસરકારકતા પર પણ સવાલો ઉભા થયા છે. આઈસીયુના એસીમાં થયેલા શોર્ટ સરકિટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન થઈ રહ્યુ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: