વઢીયાર ખારાપાટ નાડોદા રાજપૂત સમાજ દ્રારા વ્યસન મુક્તિ અને કુરિવાજો સામે અભિયાન

વઢીયાર ખારાપાટ નાડોદા રાજપૂત સમાજ એ વ્યસન મુક્તિ અને કુરિવાજો સામે અભિયાનની શરૂઆત થોડા દિવસો પહેલાં કરી હતી જેની હકારાત્મક અસરો સમાજ ઉપર જોવા મળી રહી છે.પાંચ હજાર લોકો વ્યસન અને કુરિવાજો મુક્ત બન્યા હતા.

નાડોદા રાજપૂત સમાજના વઢીયાર તથા ખારાપાટ વિસ્તાર ના સંગઠનની ચિંતન શિબિર મોમાઈ માતાજી મંદિર સમી ખાતે યોજવામાં આવી હતી જેમાં સ્વ ખોડુ બાપુ અને તેમના પુત્ર મનજીત બારોટ રચિત નાડોદા રાજપૂત સમાજના પાળિયાઓ ના ઇતિહાસનું આલેખન કરતો “નરવૈયા રાજપૂત રત્નમાળા” નામના ગ્રંથના વિમોચન પ્રસંગ ના આયોજન માટે તથા સમાજના આગેવાનો દ્વારા વ્યસનમુક્તિ અને કુરિવાજો સામે ચલાવેલા અભિયાન ની અસરો અંગે ચિંતન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના મહિલાઓ ,યુવાનો અને વડીલો મળી કુલ પાંચ હજાર કરતાં પણ વધારે લોકોએ વ્યસન મુક્તિ અને કુરિવાજો ને તિલાંજલી આપી છે.

સમાજમાં 150 મરણ પ્રસંગો માએક પ્રસંગ દીઠ ત્રણ લાખ તથા 160 લગ્ન પ્રસંગોએ એક પ્રસંગ દીઠ ત્રણ લાખ વરઘોડા તથા અન્ય ખોટા ખર્ચાઓ બંધ કરી 10 કરોડ ઉપરાંતની રકમ ની બચત થઇ હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું વ્યસન મુક્તિ ને કારણે સમાજના કેટલા કુટુંબોમાં કેટલા ટકા વ્યસન હાલ છે ને કેટલા પ્રમાણમાં ઓછું થયું તેની ચોક્કસ વિગતો જાણવા માટે સમાજના દરેક ગામમાં ઘેર ઘેર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થાપન નનુભાઈ સિંધવ અને શંકરસિંહ સિંધવ સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: