સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, જે. ડી. ગાબાણી પુસ્તકાલય અને શ્રી ડી. બી. તેજાણી સુરત વાચનાલય દ્વારા મુવી વિથ મોટીવેશનના કાર્યક્રમનું આયોજન

સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, સુરત જે. ડી. ગાબાણી પુસ્તકાલય અને શ્રી ડી. બી. તેજાણી વાચનાલય દ્વારા મુવી વિથ મોટીવેશનના કાર્યક્રમનું આયોજન થયું હતું

આજના સમયની અંદર જ્યારે કુટુંબભાવના થી આપણે દૂર થતા રહીએ છીએ અને માત્ર પૈસાની પાછળની જે ગાંડી દોટ છે તેના કારણે કુટુંબ ઉપર આવી પડેલી અસહ્ય મુશ્કેલી ને કેવી રીતે કુટુંબના દરેક વ્યક્તિ નો સાથ અને સહકાર લઈ તેમનો સામનો કેવી રીતે કરી શકાય એવા આશયથી સરસ મજાના મુવી વિથ મોટીવેશનના કાર્યક્રમનું આયોજન થયું હતું.

જેની અંદર મીયાણી પરીવાર દ્વારા તેમના ફેમિલીના જ ૧૦૦ સભ્યો લાઇબ્રેરી માં હાજરી આપી અને પ્રોગ્રામનો લાભ લીધો હતો. આપણે પણ આપણા પરિવારને આવા કોઈપણ કુટુંબભાવના વાલીપણા ના બાળકોના કરિયરના લગતા લાઈવ કિસ્સાઓ જોવા માટે એક વખત મુવી વિથ મોટીવેશનના કાર્યક્રમમાં જોડાઈ અને આપના જીવનને એક નવા જ નોલેજના રસ્તે વાળવાનો ખૂબ સરસ મજાનો અને અનેરો આ કાર્યક્રમ માણવા માટે  આપ પણ આપણા પરિવાર સહીત આ કાર્યક્રમની માહિતી મેળવી લાહવો લેવાની તક ચુકતા નહિ.

મિયાણી પરિવારના સભ્યોએ પુસ્તકાલયના વિવિધ વિભાગોની મુલાકાત લઈને પોતાના પરીવારમાં પુસ્તકાલયનો મહત્તમ ઉપયોગ કરી શકાય તેની સમજણ આપી હતી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: