આ ગુજ્જુ યુવાન અમેરિકા જવાની ઘેલછામાં બન્યો 81 વર્ષનો વૃદ્ધ, પણ સફળ થયો નહિ….  

આમ પણ ભણેલા-ગણેલા લોકોની ઈચ્છા હોય જ છે કે, અમેરિકા જઈને પોતાનું ભવિષ્ય સુધારે, પરંતુ કાયદેસર રીતે. ખાસ કરીને ગુજરાતીઓની વાત કરીએ, તો તેમને તો અમેરિકાનું જબરુ ઘેલુ હોય છે. તેઓ કોણ પણ હિસાબે અમેરિકા જવા તત્પર રહે છે, ત્યારે એક 32 વર્ષના અમદાવાદી યુવકે અમેરિકા જવા માટે કપટનો માર્ગ અપનાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ યુવક પોતાનો વેશ બદલીને 32 વર્ષમાંથી 81 વર્ષનો અમરિક સિંહ બની ગયો હતો. પોતાના વાળ અને દાઢી-મૂંછો સફેદ રંગની કરી હતી. ખાસ વાત એ છે કે, તે ઈમિગ્રેશનની આંખોમાં ધૂળ નાંખીને ક્લિયરન્સ લેવામાં સફળ પણ થયો હતો.

આ સપ્ટેમ્બર 2019ના રોજ રાત્રે 11 કલાકે IGI એરપોર્ટના T-3 પર સિક્યોરિટી હોલ્ડ એરિયામાં પ્રી એમ્બાર્કેશન સિક્યોરિટી ચેક દરમિયાન એક મુસાફર અમરિક સિંહ ફ્લાઈટ નંબર AI-101થી ન્યૂયોર્ક જવા માટે વ્હિલચેર પર બેઠો હતો. સ્કેનર પર તૈનાત CISFના અધિકારી એ તેમને સિક્યોરિટી ચેક માટે પોડિયમ પર ઉભો રહેવાનું જણાવ્યું, પરંતુ અમરિક સિંહે બહાનું બનાવીને પોતાની અસર્થતા વ્યક્ત કરી હતી કે, તે વૃદ્ધ હોવાથી ઉભો નહી રહી શકે. આથી સબ ઈન્સપેક્ટર રાજવીર સિંહે તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમને શંકા થઈ હતી.

જે બાદ CISFએ તેનો પાસપોર્ટ ચેક કર્યો અને જોયુ તો તેના પાસપોર્ટ T-7372540 હતો, જેના પર અમરિક સિંહ નામ લખ્યું હતું. જેમાં જન્મ તારીખ 01-02-1938 દર્શાવી હતી. મુસાફરનો ચહેરો, ત્વચા પાસપોર્ટ વાળા વ્યક્તિ કરતા ઉંમરમાં નાની લાગી રહી હતી. જે બાદ ઉંડી તપાસ કરતા સમગ્ર પોલી ખુલ્લી પડી ગઈ હતી.

મુસાફરે પોતાની ઊંમર છુપાવવા માટે ઝીરો પાવરના ચશ્મા પહેરી રાખ્યા હતા, જેથી મુસાફરની ઉંમર તેની શારીરિક બનાવટ અને વ્યવહાર અનુરૂપ નહતી. આથી CISF કર્મચારીઓ દ્વારા તેની ગહન પૂછપરછ કરવામાં આવી હતી. કડક પૂછપરછને અંતે મુસાફરો પોતાની વાસ્તવિક ઓળખ જયેશ પટેલ તરીકે આપી હતી અને તેની ઉંમર 32 વર્ષ જણાવી હતી. તે અમદાવાદનો રહેવાશી હોવાની માહિતી મળી હતી.

જયેશની કબૂલાત બાદ ઈમિગ્રેશન અધિકારીઓએ તેને દિલ્હી પોલીસને સોંપી દીધો હતો, જ્યાં ઐપચારિક કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: