અમદાવાદના સાઉથ બોપલ નજીક આવેલા શેલા વિસ્તારમાં એક બિલ્ડિંગ પર વીજળી પડી

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાતના સમયે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ સવાર સુધીમાં કડાકા ભડાકા સાથે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

અમદાવાદમાં સોમવારે મોડી સાંજથી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. મંગળવારે વહેલી સવારથી અમદાવાદમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. ત્યાર બાજ કડાકા-ભડાકા સાથે વરસાદ ટૂટી પડ્યો હતો. લો વિઝિબિલિટીના કારણે સવારે ઓફિસ જવા માટે નિકળેલા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં વીજળી પડી હતી. દક્ષિણ બોપલમાં આવેલા સારથ્ય બિલ્ડીંગમાં વીજળી પડી હતી. વરસાદની વચ્ચે બિલ્ડીંગ પર વીજળી પડતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

બિલ્ડીંગના રહેવાસીના જણાવ્યા પ્રમાણે આ પહેલા ગત અઠવાડિયે ગુરુવારે પણ તેમના બિલ્ડિંગ પર વીજળી પડી હતી. રહીશોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જ આ બિલ્ડિંગ પર ત્રીજી વખત વીજળી પડી છે.

વીજળી પડવાને કારણે સારથ્ય બિલ્ડીંગમાં એ, બી અને ઈ બ્લોકની પાણીની ટાંકીની દીવાલને નુકસાન થયું છે. સાથે જ રહીશોએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે ત્રણ-ત્રણ વખત વીજળી પડી હોવા છતાં બિલ્ડિર તરફથી કોઈ વ્યક્તિ ફરક્યું નથી તેમજ ફરિયાદ કરવા છતાં કોઈ જવાબ આપવામાં આવતો નથી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: