વેસ્ટ કલરની ડોલનો ઉપયોગ કરીને ફૂલછોડ ના કુંડા બનાવી છોડની માવજત પણ આ રીતે કરો

સૌથી પહેલાં આપને કુદરતી બૂંદ ( પાણી) ની વાત કરીશ અગાશીમાં આશરે ૨૫x૧૫ નો પતરાં નો શેડ બનાવવામાં આવ્યો છે, તેનું પાણી કંપલીટ પાઈપ દ્વારા અગાસી ઉપર આવેછે અને ચોમાસું આખું તેજ પાણી પૌઘા ને આપવા આવે છે,

હવે વાત કરીએ” ડોલ” ની કલર ની ડોલ તડકામાં પણ લાંબા ગાળે પણ ટુટતી કે ફાટતી નથી,

હવે તે ડોલને એકદમ તળીયે એક પ્લાસ્ટિકની નિપલ લગાવવામાં આવી છે, એક ફૂટનો ગેલ્વેનાઈજ નો કટકો લઈ ફુલ ગરમ કરો પછી યોગ્ય જગ્યાએ ડોલમાં અડાડો એટલે હોલ કંપલીટ, પછી તેમા તે નિપલ નાખો અને અંદરથી ટાઈટ કરો નિહાર નો માર્ગ કંપલીટ,

હવે ડોલમાં તળીએ ચાર આંગળ થી વઘુ ઠાઠર ( રેતી) નાખો , જેથી કરીને ઊપરની માટી નિપલ દ્વારા બહાર નહીં આવે, અને હવે એક ૧૫થી ૧૭ ઈંચ નો નાનો પાઈપ છે તેને એક હોલ કરો કે તમારે તે ડોલમાં જેટલી પણ માટી ભરવાની છે તેથી એક ઈંચ નિચે એક હોલ કરો એમાં કોટનની દોરી જશે અંદરથી મોટી અને મજબૂત ગાંઠ મારો અને દોરી ની લંબાઈ આશરે ૩ ફુટ થી વઘુ રાખો, અને તે પાઈપના નિચેના ભાગે એક બુચ મારો ફેવીકીક થી અને હવે તે દોરી વાળો પાઈપ છે તે ડોલના તળીએ સુઘી અડાડી ને ડોલના સાઇડના ભાગમાં પકડી રાખો અને તે રેતી છે ડોલમા એના ઉપર હવે માટી ભરો અને જેમ જેમ માટી ભરો છો તેમ તેમ દોરી ને ગોળ ગોળ ઉપર ખેંચતા જાઓ,અને માટીમાં ગૌ છાણ અને ગૌમુત્ર ભેળવી ને નાખો જેથી કરીને પૌઘો પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ અને ફુલ ગુણવત્તા સાથે રિઝલ્ટ આવશે!

હવે તમારે પૌઘા ની કોઈ પણ ટ્રીટમેન્ટ કરવાની જરૂર હોય તો તે પાઈપ મા ઉપરથી પાણી સાથે કરી શકો છો,આ બઘી મહેનત લાગશે તમને પણ ડોલની જગ્યા નાની હોય છે, એમાં પણ એક પાઈપ હોય અને સૌથી વધુ તકલીફ એ પડે,કે જો તમે આવિરીતે પ્રયત્ન ન કરો અને સિઘી ડોલમાં માટી ભરો તો પછી અમુક અમુક સમયે માટીને ગોડવા ની તકલીફ પડે છે, મુળિયા ને થડ ને નુકશાન પહોંચાડે છે,ગોડવાની શીષ્ટમ માટે તમે પહેલા થીજ તળીયા સુઘી દોરી ગોળ ગોળ પહોંચાડી દો એટલે મુળીયા મજબૂત જ રહે છે અને આજીવન માટી ગોડવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી! અને તળીયા સુઘી દોરી જાય એટલે બીજી જીવાતો પણ થતી નથી , અને સાદા કુંડા મા ન ગોડેલી માટી મા પાણી નાખો અને ગોડો નય એટલે વઘીને ચાર આંગળ થી નિચે પાણી પહોંચતું નથી, એટલે ૬ આંગળ થી નિચે કીડી ઓ લોટોપ રહે છે,

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: