શું તમે જાણો છો ? વિર ભાથીજી મહારાજનું માથું ધડથી અલગ કેમ થયું હતું ?

નડિયાદથી 54 કિલોમીટર દૂર ફાગવેલ ગામ આણંદ જીલ્લાનાં પૂર્વ ભાગે ખાખરિયા વન પાસે આવેલું છે. ફાગવેલ ગામનાં ક્ષત્રિય રાજવીર પરિવારનાં તખુભાસિંહ રાઠોડનાં ઘરે અક્કલબાની કૂખે સંવત 1600 કારતક સુદ એકમ એટલે કે બેસતાવર્ષનાં દિવસે ભાથીજી મહારાજનો જન્મ થયો હતો. ભાથીજીને બે મોટી બહેન સોનબા અને બેનલબા તથા એક મોટાભાઈ હાથીજી હતાં.

તે મુજબ ભાથીજી જન્મથી જ શુભ લક્ષણો ધરાવતા હતા. રમતા-રમતા એક વખત ભાથીજીની નજર નાગદેવતા પર પડી હતી. જેથી તેઓની સાથે રમનાર છોકરાઓ ઘરે નાસી ગયા હતાં. ગભરાયેલા બાળકોએ માતા અક્કલબાને સંદેશો આપ્યો હતો કે ભાથીજી તો નાગદેવતાની સાથે ઉભા છે અને નાગદેવતાને દૂધ પીવડાવે છે. દરરોજ આ રીતે ભાથીજી રાફડા પાસે જઈને નાગદેવતાને દૂધ પીવડાવતા હતા.

સમય પસાર થતા ભાથીજી મહારાજ 16 વર્ષનાં થયા અને પરણવાની ઉંમર થઈ એટલે માતા-પિતાની આજ્ઞા હોવાથી ભાથીજી કંકુબા સાથે લગ્ન માટે તૈયાર થયા હતાં. ભાથીજીનાં કંકુબા સાથે લગ્નની વિધિનાં ત્રણ મંગળફેરા પૂર્ણ થયા બાદ ચોથા મંગળફેરા ફરવાનાં સમયે ફાગવેલની ધરાએ જાણે પોકાર કર્યો હોય તેમ ગામમાંથી એક ભક્ત રડતા રડતા લગ્ન મંડપમાં આવ્યો હતો અને ભાથીજી મહારાજને સંદેશો આપ્યો.

આતરસુંબાનાં બહારવટિયાઓ ફાગવેલ ગામની ગાયો દોરી જાય છે. આ સંદેશો સાંભળતા જ ભાથીજી મહારાજ લગ્નમંડપમાં તલવારથી પોતાની વરમાળા કાપીને ફાગવેલ ગૌ રક્ષા માટે દોડી ગયા હતાં. ભાથીજી ધનુષબાણ લઈને ફાગવેલથી 6 કિમી દૂર આવેલ ખાખરીયા વનની સીમમાંથી ગાયોને દોરીને લઈ જતાં બહારવટિયાઓને રોકીને તેઓની સાથે ભાથીજી મહારાજે યુદ્વ કર્યું હતું.

આ યુદ્વ દરમિયાન દુશ્મનોએ એકાએક પાછળથી ભાથીજી મહારાજ ઉપર ઘા કરતા મસ્તક ધડથી અલગ કરી દીધું હતું. ભાથીજીનું ધડ બહારવટિયાઓ સાથે લડતું રહ્યું. ગૌ રક્ષક ભાથીજી મહારાજનાં ધડે દુશ્મનોને મારીને ગાયોને બચાવી લીધી હતી. ભાથીજીનું ધડ દુશ્મનો સાથે સાડાત્રણ દિવસ લડતું રહ્યું અને યુદ્વનાં અંતે તેઓ વીરગતિએ પામ્યા. આ બલિદાનની ગાથાને લોકો આજે પણ યાદ કરે છે. ક્ષત્રિય કુળમાં સામર્થ્ય બતાવી મૃત્યું પામી તેમણે નામ અમર કર્યું હતું.

કહેવાય છે કે ભાથીજી મહારાજે પોતાની જાતે પોતાની જ મૂર્તિ બનાવી હતી. પરંતુ સમયનાં અંતે આ મૂર્તિ ખૂબ જ જૂની થતા આ મૂર્તિને સમાધિ આપવામાં આવી અને એક નવી મૂર્તીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં આ સ્થાનક પર લોકોની અપાર આસ્થા જાડાયેલી છે. ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે અહીં આવે છે અને મનોકામના પૂરી થતા વિવિધ વસ્તુઓ ચઢાવવામાં આવે છે.

ખાસ કાપડનો કે ચાંદીનો ઘોડો અહીં ચઢાવવામાં આવે છે. કારણ કે શૂરવીર ભાથીજી મહારાજ સફેદ ઘોડા પર સવાર થઈને યુદ્વ લડવા નીકળ્યા હતા. સાથે જ અહીં મોટી સંખ્યામાં ચાંદીનાં છત્તર ચઢાવે છે. ઘણા લોકો અહી સંતાન માટે પણ માનતા રાખે છે અને સંતાન પ્રાપ્તિ થતાં અહીંયા આવીને ઘોડીયું ચઢાવે છે. દૂર દૂરથી લોકો અહીં ચાલીને પણ આવે છે અને ભાથીજી મહારાજની સામે શિશ ઝૂકાવે છે.


ભાથીજીને નાગદેવતાની સાથે જાણે કે એક અનોખો નાતો હતો. જ્યારે ભાથીજી વિરગતિ પામ્યા ત્યારે પણ નાગદેવતા તેના દેહની પાસે જ રહ્યા હતા. માટે આજે પણ ફાગવેલ ખાતેનાં આ મંદિરમાં એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિને ગમે તેવો ઝેરી સાપ કરડે અને તેને અહીં લાવવામાં આવે તો સાપનું ઝહેર જલદી જ ઉતરી જાય છે. અહીનાં મંદિરમાં નાગ દેવતાની પણ ખાસ પૂજા કરવામાં આવે છે.

હાલમાં આ મંદિરનાં જીર્ણોદ્વાનું ગીકાર્ય ચાલી રહ્યું છે. જેમાં રાજસ્થાનનાં ખાસ પથ્થરો મંગાવીને તેનાં પર સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. જેનાં પિલ્લર મંદિરની શોભા વધારી રહ્યાં છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: