!! શા માટે ભગવાન શિવજીને પણ નીલકંઠ કહેવામાં આવે છે.??? !!

ભગવાન શિવને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે ભગવાન શિવનું નિવાસસ્થાન હિમાલય માનવામાં આવે છે.શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.આપણે બધા દેવોને મૂર્તિ રૂપે પૂજીએ છીએ પરંતુ શિવજીને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે.

શિવજી ના ઘણા નામ પ્રચલિત છે જેમ કે શંકર, મહાદેવ, ભોલાનાથ, ચંદ્રમૌલી, શંભુ, હર, રુદ્ર અને એમાં એક નામ છે નીલકંઠ,તો જાણો શિવજી ને શા માટે નીલકંઠ કહેવામાં આવે છે

ધર્મ ગ્રંથો મુજબ, એક વખત મહર્ષિ દેર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગ શ્રીહીન(એશ્વર્ય, ધન, વૈભવ વગેરે) થઇ ગયું. ત્યારે બધા દેવતા ભગવાન શ્રીવિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુ એ અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને એ પણ જણાવ્યું કે સમુદ્રમંથન વખતે અમૃત કાઢવું, જેણે ગ્રહણ કરવાથી તમે અમર થઇ જશો.

આ વાત જયારે દેવતાઓએ અસુરોના રાજા બલીને જણાવી તો તે પણ સમુદ્ર મંથન માટે તૈયાર થઇ ગયો. વાસુકી નાગના દોરડુ બનાવવામાં આવેલ અને મંદરાચલ પર્વતની મદદથી સમુદ્રને વાલોવામાં આવ્યો. સમુદ્ર મંથનથી ઉચ્ચેશ્વવા ઘોડા, એરાવત હાથી, લક્ષ્મી, ભગવાન ધન્વન્તરી સહીત ૧૪ હીરા નીકળ્યા.

સમુદ્ર મંથન કરતાં સૌ પ્રથમ કાલકૂટ નામનું ઝેર બહાર આવ્યું ત્યારે તેની હવામાત્રથી બધું સળગવા લાગ્યું. આ વિષની અસર ત્રણેય લોક પર થવા લાગી હતી ત્યારે એ કાલકૂટ વિષને મહાકાળ ભગવાન શિવે પી લઇ પોતાના કંઠમાં ધારણ કર્યું. કાલકૂટ વિષને કંઠમાં ધારણ કરવાથી ભગવાન શિવનો વર્ણ નીલો પડી જતાં તેમને નીલકંઠ તરીકે ઓળખવામાં આવ્યા. આનો અર્થ છે કે અમૃત (પરમાત્મા) દરેક માણસના મનમાં રહેલું છે. જો આપણે અમૃતની ઈચ્છા છે. તો સૌથી પહેલા આપણે મનમાં મથવું પડશે. જયારે આપણે આપણા મનમાં મથીશું તો સૌથી પહેલા ખરાબ વિચાર જ બહાર નીકળશે. તે ખરાબ વિચાર વિષ છે. આપણે આ ખરાબ વિચારોને પરમાત્માને સમર્પણ કરી દેવા જોઈએ અને તેનાથી મુક્ત થઇ જવું જોઈએ.

ટૂંકમાં નીલકંઠ શબ્દનો સાર એટલે, જેણે જગત તરફથી મળેલું ઝેર (નિંદા અને અપમાન) સમતાથી પી લીધું અને છતાંપણ સામાને આશીર્વાદ આપ્યા, તેથી તેઓ શિવ બન્યા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: