સંત શ્રી ભૉજલરામ બાપા (ભોજા ભગત)

સંત શ્રી ભૉજલરામ બાપા (ભોજા ભગત)

એક એવાં સમર્થ ગુરુ જેમના બે શિષ્યો (વધારે છે.)

પર પણ ક્યારેય દાગ નથી લાગ્યા….એક જલારામ અને બીજા વાલમ પીર ,

કેવી હશે એ કણબણ ની કુખ,

જયાં જન્મ્યો સમર્થસંતો નૉ ભૂપ,

જેમને સમાજ ને અંધશ્રધ્ધા પર અને સમાજ નાં કુરીવાજો પર જોરદાર પ્રહારો કર્યા. “સમર્થ ગુરુ” એ ગુરુ નાં ચરણો માં આળૉટી ને એક વિશ્વ વિખ્યાત સંત જલારામ થયાં… ગુરુ નાં આદેશ પર ભગવાન નૉ ભેટો થયો..

ભોજા ભગત નાં ચાબખા વાંચો તો ખ્યાલ આવે કે સમાજ પર રહેલી અંધ શ્રધ્ધા પર કેટ કેટલા પ્રહારો કર્યા છે.

થોળા પદ જણાવું અત્રે….

1

જોઇ લો જગતમાં બાવારે, ધર્યા ભેખ ધુતિને ખાવા. – ટેક.

જ્યાં પ્રેમદા ઘણી પાણી ભરે, જ્યાં જાય નિત નિત નાવા;

રાંડી છાંડી નારનો નર ઘર ન હોય ત્યારે, બાવોજી બેસે ગાવા રે. જોઇ લો.

2

ભરમાવી દુનિયાં ભોળીરે, બાવો ચાલ્યો ભભુતી ચોળી. – ટેક.

દોરા ધાગા ને વળી ચીઠ્ઠી કરીને, આપે ગણકારુ ગોળી;

સમાજ નાં યુવાનો ને અપીલ…..આવા સંતો નાં શિષ્યો થવાય ગુરુ હોવાં છતાં જેમને ચાબખા માર્યા , અને તમે જે થોડા સમય થિ અમારાં ફલાણા અમારાં ઢિકળા કરો છો. એનાં પર વિચારજો એક વાર….

ભોજા ભગત ને વાંચવા જેવા છે. એક વાર એમનાં ચાબખા વાંચવા જેવા છે. વાંચજો એમનું સાહિત્ય આજ થિ પોણા બસો વર્ષ પહેલા આ સમર્થ એ કુ રિવાજો પર ચાબખા માર્યા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: