સ્વામિનારાયણ ભગવાનનું નામ નીલકંઠવર્ણી શા માટે પાડવામાં આવ્યું ???

આપણે સૌએ સ્વામિનારાયણ ભગવાન અથવા સહજાનંદ સ્વામી વિષે સાંભળ્યું જ હશે.તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. તો જાણો થોડું સ્વામિનારાયણ ભગવાનના જન્મકાળ અને તેમના નામ વિષે, જે અત્યારે ખુબ જ ચર્ચામાં છે.

સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ને સોમવાર ૩ એપ્રિલ ૧૭૮૧ની રાત્રિએ ૧૦ વાગીને ૧૦ મિનિટે અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં પિતા ધર્મદેવ અને ભકિત માતાની કૂખે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો.અને આ દિવસે રામનવમી પણ હતી આથી આ દિવસે બપોરે રામભકતો રામનવમી ઉજવે છે અને સ્વામિનારાયણ લોકો સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઉજવે છે.બાળપણમાં તેમનું પહેલું નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું.તેમને બે ભાઈઓ હતા, જેમાં મોટાભાઈનું નામ રામપ્રતાપભાઈ ,ભાભીનું નામ સુવાસિની હતું અને નાનાભાઈનું નામ ઇચ્છારામભાઈ હતું.

બાળ ઘનશ્યામેં સાત વર્ષની ઉમરે જ ચાર વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવતમ્, પુરાણો તેમજ અન્ય હિન્દુ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી તેમાં પારંગત થયા હતા અને અગિયાર વર્ષની વયે બાળ ઘનશ્યામ ગૃહત્યાગ કરીને વન વિચરણ કરવા નીકળી પડ્યા.

ઘનશ્યામે સંવત ૧૮૪૯ અષાઢ સુદ ૧૦ના રોજ સવારે સરયુ નદીના કિનારે સ્નાન કરી અગિયાર વર્ષની વયે ગૃહત્યાગ કર્યો.વનવિચરણ દરમિયાન ઘનશ્યામનો તપસ્વીના જેવો વેષ હોવાથી તેઓ નીલકંઠવર્ણીરૂપે તરીકે ઓળખાયા. નાની ઉંમર અને સુકલકડી શરીર હોવા છતાં નીલકંઠવર્ણીએ આખા ભારતમાં પરિભ્રમણ કર્યુ. સૌ પ્રથમ તેઓ હિમાલયમાં પુલહાશ્રમમાં ગયા. ત્યાર બાદ બુટોલપત્તન થઇ આગળ જતાં નેપાળમાં ગોપાળ યોગીનો મેળાપ થયો. તેમની પાસે એક વર્ષ રહી અષ્ટાંગ યોગ શીખ્યા. ત્યાર બાદ તેમણે વિવિધ ક્ષેત્રોમાં ફરી અનુયાયીઓ બનાવ્યાઅને ભારતની ધાર્મિક અને સામાજિક સ્થિતિનો સાચો ચિતાર મેળવ્યો.

પોતાનું મન ઠરે તેવું ઠેકાણું અને મહાપુરુષનું શરણુંં શોધતાં શોધતાં વર્ણી ગુજરાતના સોરઠ પ્રાંતમાં આવ્યા. ગિરનારની ગરવી ગોદમાં ખોબા જેવડા લોજપુર ગામમાં સદ્‌ગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ અને તેમના શિષ્યો મુક્તાનંદ સ્વામી વગેરે નિર્મળ હૃદયના સાધુઓને જોઈને વર્ણીનું દિલ ઠર્યું. ત્યાં રહ્યા અને રામાનંદ સ્વામીના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. રામાનંદસ્વામી તે સમયે ભુજ હતા. તેઓ જ્યારે પીપલાણા આવ્યા ત્યારે વર્ણી ત્યાં ગયા.અને પીપલાણા મુકામે રામાનંદ સ્વામી પાસેથી વિ.સં ૧૮૫૭ની કારતક સુદ અગિયારસને ૨૮ ઓક્ટોબર ૧૮૦૦ના રોજ તેમણે દીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ પાડયાં અને પોતાની સેવામાં રાખ્યા.

આવી રીતે સ્વામિનારાયણ ભગવાનના ઘણા નામ પાડવામાં આવ્યા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: